Rajkot. તા.25
રાજકોટના સોની વેપારી ઉદયભાઈ શાહ પર ભાયાવદરનો વ્યાજખોર વિશ્વરાજસિંહ ચુડાસમાનો આતંક સામે આવ્યો છે. 2 લાખના 5.80 લાખ પડાવ્યાં, ફક્ત બાકી 20 હજાર સામે 18 વિઘા જમીન પર ટ્રેકટર ફેરવી દઈ પોતાના નામનું બોર્ડ મારી દિધું હતું. બનાવ અંગે ભાયાવદર પોલીસે મનીલેન્ડ, આર્મ્સ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
બનાવ અંગે હાલ રાજકોટના પ્રહલાદ પ્લોટ, એ-વન એપાર્ટમેન્ટમાં રહેતાં મૂળ ભાયાવદરના વતની ઉદયભાઇ હર્ષદરાય શાહ (ઉ.વ.60) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકેનાઈન ફાયનાન્સ વાળા વિશ્ર્વરાજસિંહ બળવંતસિંહ ચુડાસમા (રહે. ભાયાવદર) નું નામ આપતાં ભાયાવદર પોલીસે મનીલેન્ડ, આર્મ્સ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ નિવૃત જીવન ગાળે છે. તેમના નાના કેતનભાઇ જે રાજકોટ રહે છે અને જવેલરી મેન્યુફેક્ચરીંગમા જોબવર્ક કરે છે. બંને ભાઈ સાથે રહે છે. તેઓને ભાયાવદર ગામે રેલ્વે સ્ટેશન રોડ પર આશરે 18 વીઘા ખેતીની જમીન આવેલ છે. જે જમીન દાદા છોટાલાલ ત્રીભોવનદાસ શાહના નામની છે.
વર્ષ 2020 માં 2 લાખ 10 ટકા વ્યાજે લીધા
છએક વર્ષ પહેલાં સોના ચાંદીના લે-વેચના કામ માટે તાત્કાલિક રૂપિયાની જરૂર પડેલ હોય જેથી ભાયાવદર ગામે નાઇન ફાયનાન્સ નામે ઓફિસ ચલાવી અને વ્યાજે રૂપિયા આપતા વિશ્ર્વરાજસિંહ ચુડાસમા પાસેથી તા.22/01/2020 ના રૂ.2 લાખ લીધેલ હતા. વિશ્વરાજસિંહ ચુડાસમાએ કહેલ કે, એક મહિનાનુ 10 ટકા વ્યાજ થશે. તેઓને રૂપિયાની ખુબ જ જરૂરી હોય જેથી આટલા ઉંચા વ્યાજે રૂપિયા લઇ લીધેલ હતાં. જેના બદલામાં તેઓની પાસેથી રૂ. 2 લાખનો ચેક પણ લીધેલ અને ત્યારબાદ બે થી ત્રણ મહિના સુધી દર મહિનાનુ વ્યાજ સમયસર ચુકવી આપતાં હતાં.
જે બાદ તેઓને ખુબ જ આર્થિક સંકળામણમા હોય જેથી વ્યાજની રકમ ચુકવાયેલ નહીં અને પાંચ થી છ મહિના સુધી વ્યાજ ચુકવેલ નહી. આ પત્ની જસ્મીનબેન, ભાઈ કેતનભાઈ શાહ સહિતના પરીવારને આ બાબતે વાત કરેલ અને આ બાકી નિકળતા રૂપિયા એકી સાથે આપી દેવાનુ નક્કી કરેલ હતું.
તેઓ બધા આ વિશ્વરાજસિંહ ચુડાસમાની ભાયાવદર બસ સ્ટેન્ડની પાછળ આવેલ નાઇન ફાયનાન્સ નામની ઓફિસે ગયેલ અને ત્યાં તેની સાથે વાતચીત કરેલ અને તે વખતે તેને એક કાચું લખાણ આપેલ જેમાં લખેલ હતુ કે, તા.22/01/2020 ના રૂ. 4.20 લાખ વ્યાજે આપેલ હતા. જેનુ તા.22/01/2020 થી તા.22/09/2020 સુધીનુ વ્યાજ તેની ભાષામા મીટર લખેલ તે રૂ. 2.25 લાખ મળી કુલ રૂ.6.45 લાખ ચુકવવાના છે, તેવા લખાણની ચિઠ્ઠી આપેલ હતી.
2 લાખના 5.80 લાખ ચૂકવ્યાં
ફરીયાદીને આ લોકોનો પહેલેથી જ ભય હોય જેથી કાંઈ પણ બોલ્યા વિના સમાધાન કરેલ અને વિશ્ર્વરાજસિંહને રૂ. 6 લાખ ચુકવી આપવાનુ નક્કી કરેલ હતું. તે વખતે તેઓ પાસે રૂ. 5.80 લાખ હોય જેથી ત્યાં જ ઓફિસે ચુકવી આપેલ અને બાકીના રૂ.20 હજાર એક મહિનામાં ચુકવી આપીશ તેમ વાત કરેલ હતી. ત્યારે આરોપીએ ફાયનાન્સના નિયમ મુજબ રકમ ચુકવી આપ્યા બાદ પ્રોમીસરી નોટ આપવાની હોય જે પ્રોમીસરી નોટ આપેલ રૂ.2 લાખનો ચેક તથા પાસપોર્ટ સાઇઝનો ફોટો પરત આપેલ હતા. ત્યાં ઓફિસે જ હવે આ બાબતેની મેટર પુરી થઇ ગયેલ હોય જેથી ત્યાં જ ફાડીને ફેંકી દિધેલ અને ત્યારબાદ ત્યાંથી જતા રહેલ હતા.
વ્યાજખોરે વેપારીની જમીનમાં ટ્રેકટર ચલાવતો ફોટો મોકલ્યો
બે મહિના બાદ તેઓ ભાઇની સાથે રાજકોટ રહેતો હતો તે વખતે વિશ્વરાજસિંહ ચુડાસમાએ ફોનમાં એક ફોટો મોકલેલ જેમા દાદા છોટાલાલના નામની 18 વીઘા ખેતીની જમીન આવેલ છે તેમા પોતાનું ટ્રેક્ટર ચલાવતો ફોટો મોકલેલ હતો. જેથી સમજી ગયેલ કે, તેને ખેતીની જમીન પર કબ્જો કરી લીધેલ છે, પરંતુ પરિસ્થિતી એવી હતી નહી કે તેઓની સામે કાંઇ બોલી શકે. જેથી વિચારેલ કે, કદાચ તેઓને રૂ. 20 હજાર આપવાના બાકી છે જે ચુકવેલ નથી એટલા માટે કબ્જો કરી લીધેલ છે અને એકાદ વર્ષ સુધી જમીન વાવીને પછી પરત આપી દેશે.
પરંતુ આરોપીએ ચાર વર્ષ સુધી જમીનનો કબ્જો બળજબરીથી મેળવી લીધેલ અને જેમા ખેતી કરવાનું શરૂ રાખેલ હતું. જે બાદ તે જમીન પરત ન આપતાં પરિવારને વાત કરેલ અને બધા એકી સાથે થોડી હિંમત રાખી આરોપીની 150 ફુટ રીંગ રોડ પર રૈયા સર્કલની બાજુમાં આવેલ નાઇન ફાયનાન્સ નામની ઓફિસે ગયેલ હતા. ત્યાં તેને વાત કરેલ કે, તમારા નિકળતા રૂપિયા આપી દિધેલ છે તેમ છતા તમે છેલ્લા ચારેક વર્ષથી અમારી ખેતીની જમીન
પર બળજબરીથી કબ્જો કરી લીધેલ છે, જે જમીન અમારા બાપ દાદાની હોય જેથી જમીન અમને પાછી આપી દેવા વિનંતી કરેલ હતી.
તો તે શખ્સે તેની પાસે રહેલ રીવોલ્વર ટેબલ પર હાથ રાખી હાથમા રીવોલ્વર પકડી અને કહેલ કે, તારી જમીન હવે મારી છે, તમારાથી જે થાય તે કરી લેજો જમીન તો હવે મળશે નહી અને તે બાજુ આવતા પણ નહી નહિંતર પતાવી દઈશ અને જો મારા રૂપિયા નહીં ચુકવો તો હજુ તારા ભાયાવદરમાં આવેલ મકાન અને પ્લોટ પણ કબ્જે કરી લેવામા આવશે તેમ કહી અને ફરિવાર લ એક કાચુ લખાણ આપેલ જેમાં લખેલ હતુ કે, તા.22/01/2020 ના રોજ રૂ. 6.56 લાખ વ્યાજે આપેલ હતા.
અને જેનુ તા.22/01/2020 થી તા.22/09/2020 સુધીનુ વ્યાજ તેની ભાષામા મીટર લખેલ તે રૂ. 3.93 લાખ મળી કુલ રૂ.10,50,560 ચુકવવાના છે.
ફરીયાદીએ રૂ. 3.80 લાખ આપેલ છે અને હજુ રૂ.6,70,560 આપવાના બાકી છે તેવા લખાણની ચિઠ્ઠી આપેલ અને કહેલ કે, આટલા રૂપિયા ચુકવી આપજો નહીંતર બીજી મિલ્કત પણ હું કબ્જે કરી લઈશ. ત્રણેક મહિના પહેલા ખેતીની જમીનની પાસે ગુરુકૃપા ફાર્મ જેમા નીચે આ વાડીની માલીકી વિશ્ર્વરાજસિંહ ચુડાસમાની છે, જે મુજબનુ બોર્ડ પણ મારી દિધેલ છે. બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધી પીઆઇ વી.સી.પરમાર અને ટીમે તપાસ હાથ ધરી હતી.

