Vadiya,તા.૭
સમગ્ર રાજ્યમાં અભ્યાસ કરતા બાળકો વિજ્ઞાન વિષયક જ્ઞાન પ્રાપ્ત કરી ભવિષ્ય માં દેશના વિકાસમાં વિશિષ્ટ યોગદાન આપે તેવા ઉમદા હેતુથી કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને રજ્યુનલ સાયન્સ સેન્ટર ની રચના કરવામાં આવી છે. અમરેલી કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ના માર્ગદર્શક નીચે ભાવનગર સ્થિત આવેલા રીઝયુનલ સાયન્સ સેન્ટર ખાતે મરીન એકવાટિક, ઓટોમોબાઈલ,ઈલેટ્રોમિકેનિક, બાયો સાયન્સ અને નોબેલ પારિતોષિક વિજેતા વિષેની માહિતી મેળવી હતી. આ સમગ્ર આયોજન કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા કરવામાં આવ્યુ હતુ જેમા વડિયા ની શ્રી સુરગવાળા સાર્વજનિક હાઈસ્કૂલ અને મોંઘીબા પ્રાથમિક શાળા ના બાળકો બે બસની વ્યવસ્થા કરી ભાવનગર રીઝયુનલ સાયન્સ સેન્ટર ની મુલાકાત લઇ ઉપરોક્ત પાંચેય વિભાગ ની જાણકારી આપાઈ હતી મુલાકાત માં બંને શાળાના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. અને બાળકોમાં વિજ્ઞાનલક્ષી વિશિષ્ટ જ્ઞાનનો વિકાસ થાય અને ભવિષ્ય માં સારા વિજ્ઞાનિક બની દેશના વિકાસમાં આવનારી પેઢી ભાગીદાર બંને તેવા શુભ આશય સાથે આ મુલાકાત કરવામાં આવી હતી.