Vadodara,તા.17
વડોદરા જિલ્લા દશરથ ગામે રહેતા યુવકને કુંટુંબી ભાઇ સાથે કેટલાક શખસો ઝઘડા કરતા હતા. ત્યારે ફેબ્રિકેસનનું કામ કરતા વેપારી સહિત મોટાભાઇ છોડાવવા માટે ગયા હતા ત્યારે હુમલાખોરો ધારિયાથી મોટાભાઇના માથામાં ઘા કર્યો હતો. જેથી તેમને ગંભીર હાલતમાં સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. છાણી પોલીસ દ્વારા હુમલાખોર શખ્સોવિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ છે.
વડોદરા જિલ્લાના દશરથ ગામે રણોલી ચોકડી પાસે રહેતા સતીષ અરવિદ પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હુ એલ એન્ડ ટી કંપની સામે ફેબ્રિકેશનની દુકાન ચલાવી ધંધો કરુ છુ. 15 જાન્યુઆરીના રોજ રાત્રીના સમયે આઠેક વાગ્યાના અરસામાં વાસી ઉત્તરાયણ હોવાથી હુ મારા ઘરે હાજર હતો ત્યારે મારા કાકાના દીકરા કિશનભાઇનો ફોન મારા પર આવ્યો હતો અને જણાવ્યું હતું કે દશરથ તળાવ પાસે સામાવાળા વિનિત ગોપાલ પરમાર, અનિરુધ્ધ ગોપાલ પરમાર તથા ગોપાલસિંહ પ્રતાપસિંહ પરમાર (રહે. ગરાસીયા ટેકરો દશરથ ગામ તળાવ) મારા કાકાના દિકરા સાથે ઝઘડો કરે છે. જેથી હુ તથા મારો મોટો ભાઇ ભોલો ઉર્ફે રાજેન્દ્ર વચ્ચે પડ્યો હતો ત્યારે આ ગોપાલભાઇનો દીકરો વિનિત પરમાર ધારિયું લઇને આવ્યો હતો અને મારા મોટાભાઇના માથાના પાછળના ભાગે મારી દીધુ હતું. જેથી મારા મોટા લોહીલુહાણ થઇ ગયા હતા. જેથી તેમનેસારવાર માટે તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છાણી પોલીસ દ્વારા તેમની ફરિયાદનાઆધારે વિનિત ગોપાલ પરમાર, અનિરુદ્ધ ગોપાલ પરમાર તથા ગોપાલસિંહ પ્રતાપસિંહ વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.