Vadodara, તા.૨૩
વડોદરાના પાદરા ખાતે ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો હતો. ઉતરાયણના તહેવાર પહેલા ચાઈનીઝ દોરીનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં જિલ્લાના વાદીલાપુરા સીમ વિસ્તારમાં ઘરમાં ચાઈનીઝ દોરી ઝડપવામાં આવી હતી. આ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
રાજ્યમાં દર વર્ષે ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરીથી ગળુ કપાઈને લોકોના મોત થયા છે. તંત્રે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મુક્યો હોવા છતા પણ રાજ્યભરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ યથાવત છે.
તેને રોકવા માટે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યાં છે. તેવામાં જ ગઈકાલે પોલીસને સર્ચ ઓપરેશન દરમિયાન વડોદરામાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે. વડોદરામાં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ હોઇ તેનું વેચાણ કરવામાં આવતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં શહેરના વાદીલાપુરા સીમ વિસ્તારમાં મોટી માત્રામાં ચાઇનીઝ દોરી મળી આવી હતી. સમગ્ર ઘટનામાં ચાઇનીઝ દોરી સાથે બે આરોપીઓ ઝડપાયા હતા. વાદીલાપુરાના સીમ વિસ્તારમાં એક ઘરમાંથી ૬૦૦ નંગ ચાઇનીઝ દોરીની રીલ પકડાઇ છે. જેમાં અંદાજિત ૨ લાખની ચાઇનીઝ દોરીના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ પાસેથી પોલીસે કુલ ૫ લાખ ૩૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.