Vadodara,તા.29
અકોટા દાંડિયા બજાર બ્રિજ ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં પોલીસ એક કારના ચાલક સામે લીધેલાનો કેસ કરવામાં આવ્યો છે.
અકોટા દાંડિયા બજાર બ્રિજ ચાર રસ્તા પાસે અવારનવાર અકસ્માત થતા રહેતા હોય છે. ત્યારે ફરીવાર આજે 29 નવેમ્બરના રોજ સવારે 7:00 વાગે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બંને કારણે નુકશાન પહોંચ્યું હતું. જોકે કારમાં સવાર ચાલકોને સામાન્ય ઈજાઓ સાથે બચાવ થયો હતો. સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે અકસ્માતમાં ભોગ બનેલ કાર ચાલકે ફરિયાદ નહીં નોંધાવી હોવા છતાં પોલીસે અકસ્માત કરનાર સામે કાર્યવાહી કરવાના આવી હતી. બીજી તરફ અકસ્માત કરનાર બે પૈકી એક કારનો ચાલક મહમદ મનસુરી નશો કરેલી હાલતમાં હોવાથી તેની સામે રાવપુરા દ્વારા પીધેલાનો ગુનો નોંધવામાં આવ્યો છે.