Vadodara,તા.૨૪
ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે, જેને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કેવી રીતે રોડ શો ના રૂટને સજાવવામાં આવી રહ્યો છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરથી દેશની મહિલાઓનું સન્માન અને સ્વાભિમાન વધાર્યું છે. ત્યારે પીએમ મોદી ૨૬ મે ના રોજ વડોદરા મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈ વડોદરામાં સિંદૂર સન્માન યાત્રાનું આયોજન કરાયું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શો ના રૂટ પર અત્યારથી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરા કોર્પોરેશન, વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સંયુક્ત રીતે કામગીરી કરી રહ્યા છે. તંત્રએ ૨૦ કમિટીઓ બનાવી ૧૫૦ થી વધુ અધિકારીઓને જવાબદારી સોંપી છે. રોડ શો ના રૂટ પર ઓપરેશન સિંદૂર અને સેનાના સન્માનના મોટા મોટા હોર્ડિંગ્સ લગાવ્યા છે. સાથે સુરક્ષાને ધ્યાને રાખીને ટુ લેયર બેરિકેટિંગ પણ કરવામાં આવ્યું છે. બોમ્બ અને ડોગ સ્કવોડની ટીમ રૂટ પર ચેકિંગ પણ કરી રહી છે. પોલીસે પીએમ મોદીના રોડ શો ને લઈ ૨૫ થી વધુ ઝ્રઝ્ર્ફ કેમેરા લગાવ્યા છે જેનાથી લોકો પર બાજ નજર રાખવામાં આવશે.
મહત્વની વાત છે કે પીએમ મોદીના રોડ શો ને લઈ વડોદરા ભાજપે ખાસ તૈયારી કરી છે. એરપોર્ટમાં જ પીએમ મોદીનું મહિલાઓ સન્માન કરશે. ભાજપે કાર્યક્રમમાં ૩૦,૦૦૦ મહિલાઓ આવે તેવી તૈયારીઓ કરી છે, જેના માટે વોર્ડ દીઠ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓને જવાબદારી આપી દીધી છે. ત્યારે પીએમ મોદીનું સ્વાગત અને સન્માન કરવા વડોદરાની મહિલાઓ અને લોકો થનગની રહ્યા છે અને તંત્ર પણ સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે.