Vadodara,તા.01
વડોદરામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વાહન ચાલકો બેફામ રીતે વાહન હંકારતા નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. ત્યારે મંગળવારે વધુ બે અલગ અલગ અકસ્માતના બનાવમાં બાઈક સવાર એક વ્યક્તિનું મોત નીપજવા સાથે પરીક્ષા આપવા જઈ રહેલી એક્ટિવા સવાર યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી છે.
બુધવારે રાત્રે નેશનલ હાઇવે 48 ઉપર સુરતથી અમદાવાદ તરફના માર્ગ ઉપર ગોલ્ડન ચોકડી નજીક અજાણ્યા વાહને બાઈક સવાર યુવકને અડફેટે લીધો હતો. ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચેલ 108 એમ્બ્યુલન્સના તબીબે તેને મૃત જાહેર કરતા મૃતદેહને સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં મૃતક વડોદરા નજીક સોખડા ખાતેના લાલજીપુરા ગામનો રહેવાસી 39 વર્ષીય પ્રભુદાસ પરમાર હોવાનું બહાર આવ્યું હતું. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.