Vadodara,તા.07
દારૃનો નશો કરીને રાતે ફરવા નીકળેલા ત્રણ મિત્રોને સયાજીગંજ પોલીસે ઝડપી પાડી દારૃની બોટલ અને બિયરના ટીન કબજે કર્યા છે.
ગઇકાલે રાતે દારૃનો નશો કરીને કારમાં નીકળેલા હાર્દિક જયેશભાઇ ત્રેહન (રહે. દિવ્ય જ્યોત સોસાયટી, આકાશવાણી પાછળ, મકરપુરા) તથા કરતારસીંગ અવતારસીંગ પંજાબી (રહે. આદર્શનગર, તરસાલી) ને પોલીસે જી.આઇ.ડી.સી. રોડ પરથી ઝડપી પાડી ગુનો દાખલ કર્યો હતો.
જ્યારે અન્ય એક બનાવમાં સયાજીગંજ પોલીસે કાલાઘોડા નજીકથી દારૃના નશામાં કાર ચલાવીને જતા સચીન જીલેસીંગ યાદવ (રહે.અક્ષર નગર સોસાયટી,છાણી) ને ઝડપી પાડયો હતો. કારમાંથી પોલીસને દારૃની અડધી બોટલ તેમજ બિયરનું ટીન મળી આવ્યું હતું.જ્યારે કારની પાછળની સીટ પર બેઠેલા નિરજ સુરેશસીંગ યાદવ તથા આશુતોષ સુરેશભાઇ ડોગરા ( બંને રહે. હરિયાણા) પણ દારૃના નશામાં હોવાનું જણાઇ આવતા પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કર્યો હતો.