Vadodara, તા.21
વડોદરાના વારસિયા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક નાગરિકે આવીને ઇન્સ્ટાગ્રામ રીલ પોલીસ સ્ટાફને બતાવી હતી. જે રિલમાં દેખાતો યુવક હાથમાં તલવાર લઈને પોતાના એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળતો હતો. જેથી પોલીસે તપાસ કરતા આ યુવકનું નામ ક્રિસ રાજેશભાઈ મુલાણી હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે તેને બોલાવી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ વિડીયો તારીખ 13-3-2024 નો મારા જન્મદિવસનો છે અને તે દિવસે મેં તલવારથી મારા જન્મદિવસની કેક કાપી હતી. આ બનાવનો વિડીયો બનાવી મેં મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો. જેથી પોલીસે ક્રિસ મુલાણી (રહે-વ્રજ આઈકોન ફ્લાઇટ, જે.કે કોર્નર પાસે, વારસિયા) સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.