Botad,તા.26
વડતાલ મધ્યે આયોજીત લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવમા યુવા વ્યક્તિત્વ કે જે કાયદા અને વ્યવસ્થા નિષ્ચીત કરાવા માટે એક હાથમા ફૂલ અને એકમા હનુમાનજીની ગદા રાખી કાયદાનુ પાલન કરાવે છે.
એવા ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીજી ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મંદિરમા બિરાજીત આરાધ્ય ઇષ્ટદેવોના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ સભામંડપ ખાતે આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન પૂ. દેવપ્રકાશદાસજી સ્વામી, કોઠારી સંતવલ્લભદાસજી સ્વામી, પૂ. નૌતમપ્રકાશદાસ સ્વામી વિગેરે સંતો હરિભક્તો સાથે દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે કેન્દ્ર સરકારના પોસ્ટ વિભાગ દ્રારા જાહેર કરવામા આવેલ ટપાલ ટિકીટ તેમજ ટપાલ કવરની ભેટ આપી અનાવરણ કરી રાજીપો મેળવ્યો ત્યારે ધારાસભ્ય પંકજભાઇ દેસાઇ, ધારાસભ્ય કલપેશભાઇ પરમાર, ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણી વિગેરે આગેવાનોએ તેઓનુ સ્વાગત અભિવાદન કરી આવકાર્યા હતા.