ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ના મેચ નંબર-59 માં રવિવારે રાજસ્થાન રોયલ્સ (RR) નો સામનો પંજાબ કિંગ્સ (PBKS) સામે થયો. મેચમાં પંજાબ કિંગ્સે પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો, જેમાં રાજસ્થાનને 220 રનનો ટારગેટ આપ્યો હતો. તેના જવાબમાં જ્યારે રાજસ્થાનની ટીમ બહાર આવી ત્યારે યશસ્વી જયસ્વાલ અને 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો તોફાની બેટિંગમાં જોવા મળ્યો હતો.
આ મેચમાં RR એ માત્ર 2.5 ઓવરમાં 50 રનનો આંકડો પાર કર્યો. આ સિઝનમાં કોઈપણ ટીમ દ્વારા આ શ્રેષ્ઠ શરૂઆત છે. ૨૦૨૩ માં ઇડન ગાર્ડન્સ ખાતે KKR સામે 2.4 ઓવરમાં ફટકારેલી ફિફ્ટી પછી સમગ્ર IPLમાં RR માટે આ બીજી સૌથી ઝડપી ટીમ ફિફ્ટી છે.
તમને જણાવી દઈએ કે, વર્તમાન IPL સીઝનમાં રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી અને તેઓ 12 માંથી 9 મેચ હાર્યા બાદ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા છે.
યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (વિકેટકીપર/કેપ્ટન), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, વાનિન્દુ હસરાંગા, ક્વેના મ્ફાકા, તુષાર દેશપાંડે, આકાશ માધવાલ, ફઝલહક ફારૂકી.
આ IPLના સદી બનાવનાર વૈભવ સૂર્યવંશીએ 15 બોલમાં 40 રનની ધમાકેદાર ઇનિંગ રમી. આ ઇનિંગની ખાસ વાત એ હતી કે, વૈભવે એક પણ સિંગલ કે ડબલ લીધો ન હતો. પરંતુ તેણે બધા રન છગ્ગા અને ચોગ્ગા ફટકારીને બનાવ્યા હતા. વૈભવે પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને લગભગ 267 ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા.