૨૦૧૮માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગૂડાચારી’ની આ સિક્વલ સાથે વામિકા ગબ્બી ૧૦ વર્ષે તેલુગુ ફિલ્મોમાં પાછી ફરી રહી છે
Mumbai, તા.૧૦
ઇમરાન હાશ્મી અને અદિવિ સેશના લીડ રોલ સાથે વિનય કુમારે ‘જી૨’નું શૂટિંગ શરૂ કર્યું છે. હવે આ ટીમમાં વામિકા ગબ્બી પણ જોડાઈ છે. ૨૦૧૮માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગૂડાચારી’ની આ સિક્વલ સાથે વામિકા ગબ્બી ૧૦ વર્ષે તેલુગુ ફિલ્મોમાં પાછી ફરી રહી છે. ફિલ્મનું પોસ્ટર શેર કરી અદિવિ સેશ દ્વારા આ અંગે એનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં વામિકા પણ તેની જેમ એક જાસૂસના રોલમાં હશે તેવા સંકેત આપવા માટે અદિવિએ એક્સ પર ટ્વીટ કરી હતી, “પરાક્રમોમાં મારી ભાગીદાર. મિશનમાં સ્વાગત છે, વામિકા ગબ્બી. તારી સાથે યુરોપમાં ભાગવાની મજા આવશે. આ તોફાનની ઝલકની આ મહિનાથી શરૂઆત થશે. જી૨ ગૂડાચારી ૨”વામિકાએ નવા પ્રોજેક્ટ અંગે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, “સ્પાય.એક્શન.એડવેન્ચર.જી૨ સાથે. મારી આગામી ફિલ્મ જાહેર કરતાં અતિ ઉત્સાહી અને ખુશ છું. જોરદાર કો-સ્ટાર અદિવિ સેશ સાથે કામ કરવાની મજા આવી જવાની છે. ઇમરાન સરને સેટ પર મળવા પણ ઉત્સુક છું.”તાજેતરમાં જ વામિકાએ સેશ સાથે યુરોપમાં શૂટ પૂરું કર્યું છે. વામિકા આ ફિલ્મ સાથે દસ વર્ષે તેલુગુ સિનેમામાં ફરી કામ કરવાની છે, આ અંગે તેણે એક નિવેદનમાં કહ્યું હતું, “હું જી૨ની અતિ રહસ્યમય સફરનો ભાગ બનવા અતિ આતુર છું. આ પહેલી ફિલ્મ સાથે એક નોંધપાત્ર બેન્ચમાર્ક બનશે, આ દુનિયામાં પ્રવેશ રોમાંચક અને પડકારજનક બંને રહ્યો છે. ટેલેન્ટેડ કાસ્ટ અને ક્રૂ સાથે કામ કરીને મને મારી મર્યાદાઓથી ઉપર જઈને કામ કરવાની અને મારા પાત્રમાં મારી નવી ઊર્જા ઉમેરવાની પ્રેરણા મળી છે. અમે જે અદભૂત વસ્તુ બનાવી રહ્યા છીએ તેનો ઓડિયન્સને અનુભવ કરાવવા હું ઉત્સુક છું.” વામિકાએ છેલ્લે ૨૦૧૫માં તેલુગુ ફિલ્મ ભાલે માંચી રોજુમાં કામ કર્યું હતું. જ્યાં ગૂડાચારી ફિલ્મ પૂરી થઈ હતી, ત્યાંથી જ આ ફિલ્મની શરૂઆત થશે. તેમાં મુરલી શર્મા, સુપ્રિયા યારલાગડ્ડા, મધુ શાલિનિ અને બનિતા સંધુ જેવા કલાકારો છે, આ ફિલ્મ તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થશે.