Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો
    • EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા
    • Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું
    • Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા
    • Israel મિસાઇલો વરસાવી, ઇરાનના પરમાણુ સ્થળ પર ભારે નુકસાન થયું
    • Nigeria માં બંદૂકધારીઓનો ત્રાસ, ૧૦૦ લોકોને બેડરૂમમાં બંધ કરીને જીવતા સળગાવી દીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Vapi-Valsad માં પૂર જેવી સ્થિતિ, શાળા-કોલેજો બંધ, 3 નદીઓએ ભયજનક સપાટી વટાવી
    ગુજરાત

    Vapi-Valsad માં પૂર જેવી સ્થિતિ, શાળા-કોલેજો બંધ, 3 નદીઓએ ભયજનક સપાટી વટાવી

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vapi-Valsad,તા.05

    નવસારી જિલ્લા અને ઉપરવાસના ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી ભારે વરસાદના કારણે જિલ્લાની લોકમાતા પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. જેના પગલે કાંઠા અને નીચાણવાળા સ્થળો પર પૂરના પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું. જિલ્લાના 64 માર્ગો પૂરના પાણી ફરી વળતા બંધ થયા છે. સેંકડો લોકોનું સલામત સ્થળ પર સ્થળાંતર કરાયું છે.

    ગત 24 કલાકમાં ખેરગામમાં 7.8 ઈંચ, વાંસદામાં 7.2 ઇંચ, ચીખલીમાં 5.5 ઇંચ, કપરાડામાં 6.5 ઈંચ, ધરમપુરમાં ઈંચ, વલસાડમાં 5.5 ઇંચ સહિત સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદી તેની ભયજનક સપાટીથી 5 ફૂટ નીચે વહેતા ખાસ કરીને ચીખલી, ખેરગામ તાલુકાના અને બીલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ગણદેવીના અજરાઈ અને પોસરી ગામે બે મકાન તુટી પડયા હતા.

    બે જિલ્લામાં આજે શાળા- કોલેજમાં આજે રજા

    ગુજરાતના વાપી અને વલસાડ સહિત ડાંગ જિલ્લામાં ભારે વરસાદના લીધે મોટાભાગની નદીઓએ ભયજનક સપાટી વટાવી દીધી છે. જેના પગલે વાપી-વલસાડ જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે આજે 5મી ઓગસ્ટે સોમવારના રોજ વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને આઇટીઆઇમાં જાહેર રજા જાહેર કરી છે. તેમજ પારડી, વાપી, ગણદેવી,ચીખલી,બીલીમોરા અને ઉમરગામમાં પણ આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે. 

    ઔરંગામાં ઘોડાપૂરથી વલસાડનો એક પુલ પાણીમાં, અનેક વિસ્તારમાં પાણી ભરાયા

    વલસાડની ઔરંગા નદીમાં મોડી સાંજે ઘોડાપૂર આવતાં કૈદાસ રોડના પુલ પરથી પાણી ફરી વળ્યા હતા. આ સાથે છીપવાડ, તનુમાન ભાગડા પચિંગ અને કાશ્મીરા નગર સહિતનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રાત્રિ દરમિયાન પાણી વધવાની શક્યતાને કારણે વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને શિફ્ટ કરવાની તજવીજ હાથ ધરી છે.

    હરિયાળી અમાસ એટલે દિવાસોના દિવસે વરસાદનું અચૂક આગમન થાય છે અને તે ભારે વરસે છે. ખેરગામ તાલુકામાં માન, તાન ભેગી થઈને ઔરંગા નદી બને છે. તેમાં શનિદેવ મંદિર ભૈરવી પાસેનો પાટ આજે સૌ પ્રથમ પાલીમાં ગરકાવ થયો હતો. જ્યારે ગરગડીયાનો પુલ રવિવારે બપોર પાછીથી પુરના પાણી વધતા ગરકાવ થયો હતો. વડસાડનાં નીચાળા વાળા વિસ્તારનાં લોકલે તેમજ વહીવટી તંત્ર માટે આજની રાત કપરી બનશે એવું જણાઈ રહ્યું છે.

    વલસાડમાં મોડી રાત્રે માછીમારોનું NDRFએ રેસ્ક્યુ કર્યું

    વલસાડમાં ઔરંગા નદીનું જળસ્તર વધતા હિંગળાજ ગામ ખાતે ઝીંગા ફાર્મમાં સાત માછીમારો ફસાયા હતા. મોડી રાત્રે  NDRFદ્વારા માછીમારોનું રેસ્ક્યુ કરાયું હતું. આ ઘટનાને લઈ TDO અને મામલતદાર અને વલસાડ રૂરલ પી.આઈ સહિતની ટિમ સ્થળ પર પહોંચી હતી.

    મધુબન ડેમમાંથી રાત્રે એક લાખ ક્યુસેક પાણી છોડાયું

    વલસાડ જિલ્લાના મધુબન ડેમના કેચમેન્ટ અને ઉપવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. સાંજે 9 વાગ્યે 83,903 ક્યુસેક પાણીની આવક સામે 38903 ક્યુસેક પાણી છોડયા બાદ રાત્રે 8 વાગે 1,11,567 ક્યુસેક પાણીની આવક સામે ડેમ સત્તાવાળા દ્વારા તમામ 10 દરવાજા ખોલી 1,00,219 કયુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું. રાત્રે 8 વાગે ડેમની સપાટી 73.25 મીટર નોંધાઇ હતી.

    ડાંગમાં સાંબેલાધાર 6.6 ઈંચ વરસાદ નદીઓ ફરી બે કાંઠે, 19 રસ્તા બંધ

    ડાંગ જિલ્લામાં સાંબેલાધાર સરેરાશ 9 ઇંચ વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહેવા લાગતા 19 માર્ગો બંધ થયા હતા. ગિરિમથક સાપુતારામાં સૌથી વધુ 9 ઇંચ, આઠવામાં 7.4 ઇંચ, વધઇમાં 6.3 ઈંચ અને સુબીરમાં 4.7 ઈંચ વરસાદ પડતા જિલ્લા પાણીથી તરબોળ થયા હતા. ડાંગ જિલ્લામાં શનિવારે રાતથી મેઘરાજાએ ધડબડાતી બોલાવતા લોકમાતા અંબિકાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી વહેતી થતા આ સિઝનમાં પ્રથમવાર ગીરા ધોધ સંપૂર્ણ ખીલી ઉઠતા રવિવારે હજારોની સંખ્યામાં સહેલાણીઓ ધોધને જોવા ઉમટી પડયા હતા. ધસમસતા પૂરના પાણી લો લેવલ કોઝવે પર ચડી જતા અનેક ગામો જિલ્લા મથકેથી સંપર્કવિહોણા થયા હતા. રવિવારે સાંજના 5 વાગ્યાની સ્થિતિએ જિલ્લા પંચાયત હસ્તકના 19 માર્ગો અવરોધાયા છે. ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી તો ક્યાંક સ્લેબ ડ્રેઈન ઓવર-ટોપિંગ થવાને કારણે માર્ગ બંધ કરાવા હતા.સતત બે દિવસથી ભારે વરસાદને પગલે લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી, કર્મચારીઓને સંભવિત પરિસ્થિતિ ધ્યાને લેના તેમનું કાર્ય મથક નહિ છોડવાની ઇન્ચાર્જ કલેક્ટર બી.બી.ચૌધરીએ તાકિદ કરી હતી. રવિવારે સાંજે 4-00 કલાકે પુરા થતાં 24 કલાકમાં જિલ્લામાં સાંબેલાધાર 9.9 ઇંચ વરસાદ પડતા લોકમાતાઓ ફરી બે કાંઠે વહેતી થઇ છે. આ સાથે જિલ્લાનો સિઝનનો વરસાદ 52.99 ઇંચ થયો છે.

    વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજા આક્રમકઃ સરેરાશ 6.3 ઈંચ

    વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએ આક્રમક બેટીંગ કરતા જિલ્લામાં સરેરાશ 6.3 ઈંચ વરસાદી પાણી વરસાવતા નદીઓમાં થોડાપુર જેવી સ્થિતિ વચ્ચે કુલ 47 માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા. કપરાડામાં 6.5 ઈંચ, ધરમપુરમાં ઈંચ, વલસાડમાં 5.5 ઇંચ સહિત સર્વત્ર વરસાદ પડયો હતો. કપરાડાના દહિખેડ ગામે વાંકી નદીના કોઝવે પરથી વાછરડું અને બકરી તણાતા પશુપાલકોએ જીવના જોખમે બચાવ્યા હતા. તો વલસાડની ઔરંગા નદીમાં ભેંસોનું ટોળું ફસાઈ જતાં પશુપાલકે તમામને બચાવ્યા હતા.

    મધુબન ડેમાથી સાંજે 79 હજાર ક્યુસેક પાણી વલસાડ જિલ્લામાં મેઘરાજએ પોતાની રમત વથાવત રાખતા રવિવારે સાંજે 4-00 વાગે પુરા થતાં 24 કલાકમાં સરેરાશ 6.3 ઈંચ વરસાદ પડયો હતો, જેના કારવો નદીઓમાં થોડાપૂરની સ્થિતિ ઉભી થઈ હતી. ધરમપુરમાં 6 ઇંચ, વલસાડમાં 5.5, પારડીમાં 3 ઇંચ, ઉમરગામમાં અને વાપીમાં 2-2 ઇંચ વરસાદ ઝીંકાયો હતો.

    વાપી-વલસાડમાં પૂર જેવી સ્થિતિ, શાળા-કોલેજો બંધ, 3 નદીઓએ ભયજનક સપાટી વટાવી 3 - image

    આ દ્રશ્ય જોઈ પશુપાલકે પોતાના જીવને જોખમમાં મુકી નદીના પસમસતા પ્રવાહમાંથી વાછરડાને બચાવ્યું હતુ. જોકે, બકરી તણાઈ રહી હતી તેને એક ખેડૂતે કિનારા પર પહોંચી ખેંચીને ભહાર કાઢી હતી. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વલસાહની મોરંગા નડીમાં ઘોડાપૂરની સ્થિતિ વચ્ચે પશુપાલકની ભેંસોનું ટોળું નદીમાં કસાઈ ગયું હતું. ભેંસોને બચાવવા પશુપાલક નદીમાં કુદ્યો હતો અને જીવનાં જોખમે તમામ ભેંસોને નદીની બહાર કાઢી હતી.

    વલસાડના તિથલ રોડ પર બેંક ઓફ બરોડાની બાજુમાં જિલ્લા પંચાયત કોલોનીમાં જતા મુખ્ય માર્ગ ઉપર મહાકાય આમલીનું વૃક્ષ ધારાશાથી થતા વીજ જોડાણની મુખ્ય લાઈન ઉપર પડતા આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને એક પાણીપુરીની લારી તથા વીજ થાંભલો પણ આ ઘટનામાં દટાયો હતો. પારડીના નાનાવયછીયા ગામે 100 વર્ષ જુનુ વડનું વૃક્ષ તૂટી પડતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં રવિવારે પાણીની આવક થતા ડેમમાંથી તબક્કાવાર પાણી છોડાતું હતુ.

    સાંજે 4 વાગે ડેમમાં 64514 કયુસેક પાણીની આવક થતા ડેમના તમામ 10 દરવાજા 2 મીટર સુધી ખુલ્લા મુકી નદી મારફતે 08718 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું. સાંજે ડેમની સપાટી 73 મીટર નોંધાઈ હતી. વિતેલા 24 કલાકમાં પડોશી સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 4.5 ઈંચ અને દમણમાં 2.5 ઇંચ વરસાદ પડયો હતો.

    હવામાન વિભાગની આગાહી

    હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (પાંચમી ઓગસ્ટ) નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી,  અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, બોટાદ અને કચ્છ હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

    છઠ્ઠી ઓગસ્ટની આગાહી

    રાજ્યમાં સતત ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે. જેમાં છઠ્ઠી ઓગસ્ટે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, દ્વારકા, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

    સાતમી અને આઠમી ઓગસ્ટે દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી સહિત ગાંધીનગર, ખેડા,  અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, દક્ષિણ ગુજરાતના ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, નર્મદા, સુરત, વલસાડ અને સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર,  કચ્છ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા જિલ્લામાં ધીમીધારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાહ દ્વારા કરવામાં આવી છે.

    Navsari River Saputara School-Collage Vapi-Valsad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર

    June 13, 2025
    રાજકોટ

    Rajkot માં આજે ૬૦૦થી વધુ સ્કૂલો બંધ રહેશે

    June 13, 2025
    અમદાવાદ

    હું જમીને કેન્ટિનમાંથી નીકળ્યો અને પ્લેન ક્રેશ થયું

    June 13, 2025
    ગુજરાત

    Gujarat માં LRDભરતી માટે ૧૫ જૂને લેખિત પરીક્ષા

    June 13, 2025
    અમદાવાદ

    વિમાન દુર્ઘટનામાં વિમાનનું લોખંડ પણ પીગળી ગયું, પણ Bhagavad Gita સુરક્ષિત રહી

    June 13, 2025
    અમદાવાદ

    હું ચેક-ઇન ગેટ પર ૧૦ મિનિટ મોડી પહોંચી, પણ તેમણે મને જવા ન દીધી,બચી ગઇ,Bhumi Chauhan

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025

    EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા

    June 15, 2025

    Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું

    June 15, 2025

    Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા

    June 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.