વાસ્તુ શાસ્ત્ર અનુસાર આપણા ઘર અને કામના સ્થાનકમાં રંગો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ખોટી દિશામાં લગાવવામાં આવેલો ખોટો રંગ તમને મોટું વાસ્તુ નુકસાન પહોંચાડી શકે છે, જ્યારે સાચી દિશામાં લગાવેલો સાચો રંગ તમને લાભ અપાવી શકે છે. અલબત્ત, તમારા ઘર કે ઓફિસની દિવાલો પર પહેલેથી કોઈ રંગ લગાવેલો હોય અને તે તમને આ કલર બદલવાની જરૂર નથી. તમે અન્ય રીતે લાભકારક કલર કોમ્બિનેશન રચી શકો. જેમ કે તમને લાભ અપાવનારા કલર કોમ્બિનેશન તમારી બે દિવાલો અને પડદાઓની વચ્ચે, ભીંતો અને કાર્પેટની વચ્ચે લગાવી શકો. નિષ્ણાતો કલર કોમ્બિનેશન વિશેની સમજ આપતાં કહે છે…,
લાલ અને સોનેરી : વસ્તુ અનુસાર લાલ અને સોનેરી રંગોનું કોમ્બિનેશન વૈભવ-શ્રીમંતાઈ લાવે છે. આપણે મોટાભાગે ગિફ્ટ પેક કરવા માટે લાલ અને સોનેરી રંગનો ઉપયોગ કરીએ છીએ. ગોલ્ડન ગિફ્ટ પેપરથી ભેટ-સોગાદ વીંટાળવામાં આવે તો તેના ઉપર લાલ રિબિન બાંધવામાં આવે છે. વાસ્તમાં ગોલ્ડન કલર આકાશ અને પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરે છે અને રાતો રંગ અગ્નિનું પ્રતિક ગણાય છે. પરિણામે આ બન્ને રંગો એકઠાં થાય ત્યારે તે લાભ અપાવે છે. તમે તમારી ઓફિસની દક્ષિણ-પશ્ચિમ દિશામાં આ કોમ્બિનેશન લઈ શકો. સામાન્ય રીતે જે તે કંપનીના માલિકની કેબિન આ દિશામાં રાખવામાં આવે છે. જોકે ઘરમાં બેડરૂમમાં આ કોમ્બિનેશન ઉચિત નથી ગણાતું. તમે ચાહો તો આ રંગો રસોડા અથવા બેઠક ખંડમાં લગાડી શકો અથવા ઉપયોગમાં લઈ શકો.
શ્યામ-શ્વેત : સામાન્ય રીતે ઇન્ટિરિયર ડિઝાઇનરો આ રંગોનો ઉપયોગ કરવાનું ટાળે છે. તેમને એમ લાગે છે કે આજના કલરફુલ યુગમાં આ રંગો બ્લેક એન્ડ વાઇટના જમાના જેવા લાગશે. વળી કાળા રંગને શોક-ઉદાસીનું પ્રતિક ગણાય છે. તેથી જો તમે શ્વેત-શ્યામનું મિક્સ એન્ડ મેચ કરવા માગતા હો તો માત્ર ૨૦ ટકા બ્લેક અને ૮૦ ટકા વાઇટ ઉપયોગમાં લો.
પીળો અને સફેદ : આ કલર કોમ્બિનેશન અત્યંત પાવન-શુભ ગણાય છે. જ્યારે તમને એમ લાગે કે તમારા ઘર-ઓફિસની ઊર્જા સ્થગિત થઈ ગઈ છે ત્યારે તેનો ઉપયોગ અચૂક કરો. ઓફિસમાં તમે તમારા કર્મચારીઓની બેઠક હોય એવા વિસ્તારમાં જ્યારે ઘરમાં પૂજાના ઓરડા, બેઠક ખંડ તેમ જ સ્ટડી રૂમમાં ઉપયોગમાં લઈ શકો.
ભૂરો અને લીલો : આ રંગોનું કોમ્બિનેશન થોડું વિચિત્ર લાગે, પરંતુ આ રંગો પાણી અને પવનનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી જ્યારે તમારી ઓફિસમાં જ્યારે જ્યારે વધારાની ઊર્જાની જરૂર જણાય, તમને પ્રગતિ કરવી હોય, આગળ વધવું હોય ત્યારે આ કોમ્બિનેશનનો ઉપયોગ કરો, ખાસ કરીને જો તમારો સેલ્સ અને માર્કેટિંગ વિભાગ ઉત્તર દિશામાં હોય ત્યારે.