૨૫ નવેમ્બરથી ન્યુયોર્કમાં શરુ થશે એમી એવોર્ડસ ઈવેન્ટ
New York,તા.૧૨
અનન્યા પાંડેની કોમેડી વેબ સિરીઝ કોલ મી બેમાં કામકરનાર કોમેડિયન અને અભિનેતા વીર દાસ કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. ફરી એક વખત બોલિવુડ અભિનેતા વીર દાસ ચર્ચામાં આવ્યો છે. વીર દાસ ૨૦૨૪ના ઈન્ટરનેશનલ એમી એવોર્ડને હોસ્ટ કરનાર પહેલો ભારતીય બન્યો છે.
આ સમાચારથી ખુશ થઈ અનેક બોલિવુડ સ્ટાર આલિયા ભટ્ટ, ઋતિક રોશન, પ્રિયંકા ચોપરા અને આયુષ્માન ખુરાનાએ પ્રતિક્રિયા આપી છે. આ વર્ષે એમી એવોર્ડસ ઈવેન્ટ ૨૫ નવેમ્બરથી ન્યુયોર્કમાં શરુ થશે.
અભિનેતા વીર દાસે આ વાતની જાણકારી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ પોસ્ટ પર બોલિવુડ સ્ટાર લાઈક અને રિએક્ટ કરી રહ્યા છે. ઋતિક રોશને કહ્યું અદભુત, સોની રાજદાને કહ્યું વાહ…
વીર દાસ પોતાના સ્ટેન્ડ અપ કોમેડી માટે જાણીતો છે. આ સિવાય અનેક બોલિવુડ ફિલ્મોમાં પણ જોવા મળી ચૂક્યો છે. વીર નેટફ્લિક્સની હંસમુખ અને એમેઝોનની અનેક સીરિઝમાં કામ કરી ચૂક્યો છે. હાલમાં અનન્યા પાંડે સાથે વેબ સિરીઝમાં જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, એમી એવોર્ડ અમેરિકામાં ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી માટે સૌથી મોટો એવોર્ડમાંથી એક છે.આ એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે. જે ટેલિવિઝનની દુનિયાનો શ્રેષ્ઠ એવોર્ડ છે. એમી એવોર્ડ ૩ ભાગમાં આપવામાં આવે છે. જેમાં પ્રાઈમટાઈમ એમી એવોર્ડસ, ડે ટાઈમ એમી એવોર્ડ્સ, સ્પેશિયલ એમી એવોર્ડ છે.

