ભાવનગર જિલ્લામાં શાકભાજીનું ઉત્પાદન નહિંવત હોવાથી દૈનિક માંગને લઈ મોટાભાગના લીલા શાકભાજી સૌરાષ્ટ્ર સહિત રાજયના અન્ય પ્રાંતોમાંથી ભાવનગર આવી રહ્યા છે. જો કે, શહેર જિલ્લામાં પડી રહેલાં વરસાદના કારણે આ આવકમાં ઘટાડો થતાં માંગ સામે પુરવઠો ખોરવાયો છે જેના કારણે લીલી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. આ પણ અધુરૂં હોય તેમ સ્થાનિક કક્ષાએ ઉતાપાદિત થતાં શાકભાજી વરસાદમાં પળળી જવાના કારણે તેમાં બગાડની ટકાવારી વધતાં રોજિંદા વપરાશ સામે વ્યાપક પ્રમાણમાં ઘટ ઉભી થતા લીલી શાકભાજીના ભાવ રોકેટ ગતિએ આસમાને આંબ્યા છે. જેમાં મુખ્યત્વે ચોળી, કંટોળા, ગુવાર, રીંગણા, ટમેટા, દુધી, કોબીઝ અને ફલાવર સહિતના શાકભાજીના ભાવમાં સરેરાશ રૂા.૪૦થી રૂા.૭૦ સુધીનો જયારે તુરીયા, કારેલા, પરવળ, ટીંડોરા સહિતના શાકભાજીના ભાવમાં પ્રતિ કિલોએ રૂા રૂા.૩૦ સુધીનો વધારો થયો છે.જેના કારણે ગૃહિણીઓનેના છુટકે મોંઘા શાકભાજી ખરીદવાની નોબત આવતાં તેની કિચન બજેટ પર અસર થઈ રહી છે.
Trending
- Ex-Girlfriend સંગીતા બિજલાનીની બર્થડે પાર્ટીમાં પહોંચ્યો સલમાન ખાન
- અંતરિક્ષમાં મગ અને મેથી ઉગાડવામાં સફળતા મળી શુભાંશુ શુક્લાને
- હાલમાં ૫૦ રૂપિયાનો સિક્કો રજૂ કરવાની કોઈ યોજના નથી
- Israel-US ના સંબંધો પહેલા કરતા વધુ મજબૂત અને ગાઢ બન્યા છે,નેતન્યાહૂ
- Vadodara માં સિટી એન્જિનિયર અને ભાજપના કોર્પોરેટર વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો
- 10 જુલાઈનું રાશિફળ
- 10 જુલાઈનું પંચાંગ
- Amreliમાં જન્માષ્ટમી અને શ્રાવણ માસની તૈયારીઓ શરૂ, બજારમાં ખરીદીનો ધમધમાટ