Veraval તા.20
ગીર સોમનાથ જિલ્લામાં ગત બે દિવસમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે નદીઓમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ છે.અવિરત વરસાદના કારણે હિરણ નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. જેથી સાવચેતીના ભાગરૂપે કાજલી માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ પૂલ પરથી તમામ પ્રકારના વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વધુમાં, લોકો કૂતુહલપૂર્વક એકઠાં ન થાય અને કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

