Oslo,તા.10
લાંબા સમયથી મને શાંતિનું નોબેલ પારીતોષીક મળવું જોઈએ તેવી માંગણી કરી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષના આ પ્રતિષ્ઠિત પારિતોષીક મેળવી શકયા નથી. પરંતુ વેનેઝુએલાના વિપક્ષના નેતા અને મારીયા કોરીના મચાડો ને દેશમાં લોકતાંત્રીક અધિકારો માટે લડત આપવા બદલ નોબેલ શાંતિ પુરસ્કાર આપવા જાહેરાત થઈ છે.
1895માં સ્થપાયેલા આ પુરસ્કારને અત્યંત પ્રતિષ્ઠિત ગણવામાં આવે છે. આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત 338 ઉમેદવાર હતા. જેમાં 244 વ્યક્તિઓ તથા 94 સંગઠન સામેલ હતા. 11 મિલિયન સ્વીડીશ કોના (10.3 કરોડ રૂપિયા) તથા સુવર્ણ મોડેલ અને સર્ટીફીકેટ સાથે આ સન્માન મળે છે.
વેનેઝુએલામાં સરમુખત્યારશાહીમાંથી લોકશાહી માટે શાંતિપૂર્ણ સંઘર્ષ બદલ તેમને આ સન્માન આપવા નોબેલ કમીટીએ નિર્ણય લીધા છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે ભારત-પાક યુદ્ધ સહિત દુનિયામાં સાત યુદ્ધ અટકાવ્યા છે તેવો વારંવાર દાવો કરી આ વર્ષના શાંતિ નોબેલ પારિતોષીક માટે તેવોજ હકકદાર હોવાનું અને તેમના નોમીનેશન માટે ભારત સહિતના દેશોના રાષ્ટ્રવડાઓ પર દબાણ લાવતા હતા પણ એકમાત્ર પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ જ ચાપલુસી કરવા ટ્રમ્પનું નામ સૂચવ્યુ હતું પણ નોબેલ કમીટી કોઈ દબાણ હેઠળ આવી નથી.