Veraval,તા.09
સુરત રહેતા ભાવેશભાઇ હિમંતભાઇ વાડદોરીયા ઉ.વ.૩૧ રહે. સુરત પરિવાર અને મિત્ર અલગ અલગ કારમાં આવેલ અને સોમનાથ મંદીરના દર્શન કરી બપોરે સવા ત્રણ વાગ્યે આ બંન્ને કાર ત્રિવેણીઘાટ પાસે આવેલ આહિર સમાજની વંડીની બાજુમાં રોડની સાઇડ પર પાર્ક કરી અને અમો બંન્ને પરિવારનો કિમંતી સામાન બંન્નેએ અલગ અલગ કારમાં મુકી ત્રિવેણીઘાટ પાસે આવેલ સુર્યમંદીર ખાતે દર્શન કરવા ગયેલ અને દર્શન કરી કલાક પોણા ચાર વાગ્યે અમો પરત અમારી પાર્ક કરેલ કાર પાસે આવેલ અને જોએલ કે મારી અલ્ટ્રોઝ કારનો પાછળનો જમણી સાઇડના દર વાજાનો કાચ તુટેલ હતો તેમજ મારા ભાગીદાર કેતનભાઈ ની ક્રેટા કારનો જમણી બાજુના આગળનો કાચ તુટેલ હતો
૦૭/૧૧/૨૦૨૪ ના કલાક ૧૫/૧૫ વાગ્યે થી કલાક ૧૫/૪૫ વાગ્યાના સમય ગાળા દરમ્યાન કોઇ અ જાણ્યા ચોર ઇસમે કોઇ સાધન વડે ફરિની ટાટા અલ્ટ્રોઝ કારનો પાછળનો જમણી સાઇડના દરવા જાનો કાચ તોડી કારમાં રાખેલ પર્સ કે જેમાં સોનાની કડલી જોડી-૧ તથા વીટી નંગ-૨ તથા બુટી જોડી-૧ મળી દાગીના વજન આશરે સાડા ત્રણ તોલા તથા નોકિયા મોબાઇલ મળી કિ.રૂ, ૧,૫૦,૫૦૦/- કિમંતી મુદામાલ તથા મારા ભાગીદાર મિત્ર કેતનભાઇ કનુભાઇએ તેની ક્રેટા કાર માં રાખેલ પર્સ તથા થેલામાથી સોનાનુ પેન્ડલ સાથે ચેઇન વજન ૪ ગ્રામ કિ.રૂ. ૧૧,૦૦૦/-તથા ચાંદીની નાની વીટી કિ.રૂ. ૧૦૦૦/- મળી કિમત રૂ.૧૬,૦૦૦/- તથા રોકડા રૂ. ૭,૫૦૦/- તથા બંન્નેના કિમંતી દાગીના મળી કુલ કિ.રૂ. ૧,૭૦,૦૦૦/- ના મુદામાલની ચોરી કરી લઇ ગયા અંગે ફરિયાદ પ્ર.પાટણ પોલીસમાં કરતા પોલીસ એ અજાણ્યા ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.