Veraval,તા.21
વેરાવળ શહેરમાં અસામાજીક પ્રવૃત્તિ આચરનાર ફૈજલ ઉફે ફેજુડાને પોલીસે પાસા તળે અટકાયત કરી ખાસ જેલ ભુજ ખાતે મોકલી આપી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગોસ્વામી દ્વારા વારંવાર ગુન્હો આચરી સમાજની શાંતિ ડહોળતા ગુનેગારોના જુના ગુન્હાઓનો ડેટા કાઢી વેરાવળમાં મફતીયાપરા વિસ્તારમાં રહેતો ફૈજલ ઉફે ફેજુડો કાલુશાભાઇ શાહમદાર જે વારંવાર ગુન્હાઓ આચરી શહેરની શાંતી ડહોળાય તેવી ગુન્હાહિત પ્રવૃતી આચરતો હતો .
જેની વિરૂધ્ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરી નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર, પોલીસ અધિક્ષક મનોહરસિંહજી એન. જાડેજા મારફતે ગીર સોમનાથ જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર ડી.ડી.જાડેજા ને મોકલતા કલેકટર દ્વારા અસામાજીક પ્રવૃતી અટકાવવા મજકુર વિરૂધ્ધ “ભયજનક વ્યકિત” તરીકેનુ પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવેલજે પાસા વોરંટ ઇસ્યુ થતા જીલ્લા એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર એ.બી.જાડેજા, પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ, એલ.સી.બી. તથા વેરાવળ સીટી પોલીસની સયુક્ત ટીમોમાં દ્વારા પાસાના આરોપીફૈજલ ઉફે ફેજુડો કાલુશાભાઇ શાહમદારફકીર ઉ.વ.26 ધંધો.મજુરી રહે.મફતીયાપરા ઝલક પાન સામે ગલીમા હાલ રહે.મકબુલ પાનની ગલીમા, રસીલાબેન ગામેતીના મકાનમા જલારામ નગર તા.વેરાવળ જી.ગીર સોમનાથની અટકાયત કરી ખાસ જેલ ભુજ ખાતે મોકલી આપી ધોરણસરની કાર્યવાહી કરેલ છે. આ આરોપી વિરૂધ્ધ વેરાવળ પોલીસમાં 12 જેટલા જુદા-જુદા ગુનાઓ નોંધાયેલ છે અને અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારો દ્વારા ભવિષ્યમાં ગુના આચરવામાં આવશે તો પોલીસ દ્વારા આવી જ રીતે સખ્તાઈથી કાર્યવાહી કરવામાં આવનાર છે.