Veraval,તા.08
ત્રીજા માળે આવેલ ફ્લેટમાં શોર્ટ સર્કિટના લીધે ફ્રીઝમાંથી આગ લાગી હોવાનું આવ્યું સામે…ફાયર વિભાગના જમાદાર સુનિલ ચુડાસમા, વાયરલેસ ઑફિસર પ્રતિક ગઢવી,ફાયરમેન કેતન વાળા,ભાવેશ ચાવડા,વિજય કોડિયાતર,લાલાભાઈ અને અનિલભાઈ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો 2 કલાકની જહેમત બાદ આગ કાબુમા આવી સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ પરંતુ ઘરવખરી બળીને ખાખ થઈ.બીજા ફ્લેટમાં આગ ન લાગે તે માટે ફાયર વિભાગે સમયસૂચકતા દાખવી. ફાયર વિભાગની સમયસૂચકતાને લીધે અન્ય ફ્લેટમાં આગ ન લાગી અને જાનહાનિ પણ ટળી