Gir Somnath,તા.૨૬,
મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ “મહિલા સ્વાવલંબન યોજના “હેઠળ મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગારી મળી રહે તે માટે બેંક લોન થકી સહાય અપાશે .જે અંતર્ગત બ્યુટી પાર્લર ,દરજીકામ, અગરબતી તમામ પ્રકારના મશાલા,ભરતગુંથણ ,મોતીકામ,દુધની બનાવટ સહીત ૩૦૭ જેટલા વ્યવસાયો માટે લોન આપવામાં આવેછે. રૂ.૨ લાખ સુધીની લોનની જોગવાઈ કરવામાં આવી છે.
આ યોજનાનો લાભ ૧૮ થી ૬૫ વર્ષ સુધીની વયની રાજ્યની કોઈપણ મહિલાને મળવાપાત્ર છે.સબસીડીનું ધોરણ કેટેગરી મુજબ ઓછામાં ઓછું પ્રોજેક્ટ કોસ્ટના ૩૦% અથવા મહતમ રૂ.૬૦,૦૦૦ બંનેમાંથી જે ઓછું હોય તે અને વધુમાં વધુ પ્રોજેક્ટ કોસ્ટના ૪૦% અથવા મહતમ રૂ. ૮૦,૦૦૦ બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત નિયત નમુનાના અરજી ફોર્મ સાથે બે નકલમાં ડોક્યુમેન્ટ જોડી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જીલ્લા સેવા સદન,બીજોમાળ,રૂમ નં-૩૩૭,૩૪૩ ઈણાજ ગીરસોમનાથ ખાતે મોકલવા જીલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા જણાવાયુ છે.