Veraval તા.16
વેરાવળ રેયોન ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓના બાળકોને પ્રોત્સાહીત કરવા રેયોન લોહાણા પરીવાર દ્વારા ધોરણ 1 થી 9 સુધીના વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો.
આજના આધુનિક જમાનામાં એજ્યુકેશન એક માત્ર એવી ચાવી છે જેના થકી વિદ્યાર્થીઓ ઉચ્ચ મુકામ સુધી પહોંચે છે ત્યારે વેરાવળ રેયોન ફેક્ટરીમાં કર્મચારી લોહાણા સમાજના રેયોન પરિવાર દ્વારા લોહાણા મહાજન વાડી ખાતે ધોરણ 1 થી 9 સુધીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા રેયોન લોહાણા પરિવાર દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો.
જેમાં મુખ્ય મહેમાન તરીકે મહાજન અગ્રણી મુકેશભાઈ રુપારેલીયા, લોહાણા મહિલા મંડળના બિંદુબેન ચંદ્રાણી, રેયોન ફેક્ટરીના ડોક્ટર ગંગદેવ,રેયોન પરિવારના પ્રમુખ રાજુભાઈ લાખાણી,વિજયભાઈ ભગદેવ ચીમનભાઈ ઉનડકટ, જલ્પાબેન રાયચુરા, અલ્પાબેન અઢિયા, મુકેશભાઈ ચોલેરા લોહાણા મહાજન કારોબારી સભ્ય અનિષભાઇ રાચ્છ, જીતુભાઇ ખખ્ખરસહિતના ઉપસ્થિતિ રહેલ હતા.
આ તકે બિન્દુબેન ચંદ્રાણી, ડોક્ટર ગંગદેવ, અનિષભાઇ રાચ્છ સહીતનાએ આજના ડિજિટલ આધુનિક ડિજિટલ યુગમાં પરિયાત માત્રામાં મોબાઈલના ઉપયોગ સાથે એજ્યુકેશનના મંત્રને જીવનમાં ઉતારી આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ કઈ રીતે રહે તે અંગે માર્ગદર્શન આપી ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા.