Veraval , તા.29
વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમા અસામાજીક તત્વો વિરૂદ્ધ અસરકારક કામગીરી સીટી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા તથા વેરાવળ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર ની સુચના અન્વયે વેરાવળ સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. એચ.આર.ગૌસ્વામી તથા પો.સ.ઇ. આર.આર.રાયજાદા તથા પો.સ.ઇ. જી.એન.કાછડ તથા સ્ટાફ અને પી.જી.વી.સી.એલ. સ્ટાફ સાથે મળી વેરાવળ સીટી વિસ્તારમાં અસામાજીક તત્વોની યાદીમાં સોમનાથ ટોકિઝ વિસ્તારમાં રહેતા 14 ઇસમોના રહેણાક મકાને કોમ્બીંગ કરી વીજ ચેકિંગ હાથ ધરતા નીચે મુજબ નામ સરનામા વાળા 5 (પાંચ) ઇસમોના રહેણાક મકાનેથી ગેરકાદેસર વિજ જોડાણ મળી આવતા તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.
જેમાં (1) વસીમ ઉર્ફે ભુરો ગુલાબશાહ શાહમદાર રહે. બાગે રહેમત કોલોની વેરાવળ વાળા વિરૂદ્ધ ઇલેકટ્રીસીટી એકટ કલમ 135 વિજ ચોરી નો ગુન્હો દાખલ કરેલ છે. (2) સુફુયાન ઉર્ફે આમીર આરીફભાઇ મલેક રહે. બાગે રહેમત કોલોની વેરાવળ વાળા વિરૂદ્ધ ઇલેકટ્રીસીટી એકટ કલમ 135 વિજ ચોરી નો ગુન્હો દાખલ કરેલ છે.
(3) મુન્તહા ઉર્ફે અલીયો અલીભાઇ પંજા રહે. દિવાનીયા કોલોની વેરાવળ વાળા વિરૂદ્ધ ઇલેકટ્રીસીટી એકટ કલમ 126 રૂ.23,000/- નો દંડ કરવામા આવેલ છે. (4) સોહેલ ઉર્ફે ચક્કી મુસ્તાકભાઇ કુરેશી રહે. અજમેરી કોલોની વેરાવળ વાળા વિરૂદ્ધ ઇલેકટ્રીસીટી એકટ કલમ 126 રૂ.1,00,000/- નો દંડ કરવામા આવેલ છે. (5) જાવીદ ઉર્ફે વાંદરી કારા મહમદ તાજવાણી રહે. મદિના પાર્ક સોસાયટી વેરાવળ વાળા વિરૂદ્ધ રૂ.35,000/- નુ લાઇટબીલ બાકી હોય જેથી તેમના રહેણાક મકાનનુ મીટર ઉતારી વિજ કનેકશન રદ કરવામા આવેલ છે.