Veraval,તા.11
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા ને ધ્યાનમાં રાખીને ટ્રેન નં.59422/59421 વેરાવળ-રાજકોટ દૈનિક પેસેન્જર ટ્રેન ને આદ્રી રોડ સ્ટેશન પર વધારાનો ઠેરાવ આપવામાં આવ્યો છે. આ સુવિધા તાત્કાલિક અસરથી અમલમાં આવી ગઈ છે.
આ અંગે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, ભાવનગર મંડળ અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર ટ્રેન નં. 59422 વેરાવળ-રાજકોટ દૈનિક પેસેન્જર નું આદ્રી રોડ સ્ટેશન પર આગમન સમય સવારે 04:54 વાગ્યે અને પ્રસ્થાન સમય સવારે 04:55 વાગ્યે રહેશે. પાછા ફરતી ટ્રેન નં. 59421 રાજકોટ-વેરાવળ દૈનિક પેસેન્જર નું આદ્રી રોડ સ્ટેશન પર આગમન સમય રાત્રે 22:17 વાગ્યે અને પ્રસ્થાન સમય રાત્રે 22:18 વાગ્યે રહેશે.
મુસાફરોની સુવિધા માટે આ ટ્રેન ના ઠેરાવ, સંરચના તથા સમયપત્રક સંબંધિત વિગતવાર માહિતી ભારતીય રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર ઉપલબ્ધ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.