Veraval,તા.21
વેરાવળ તાલુકાના દેદા આછીદ્રા છાપરી રોડ પર ભારે વરસાદના કારણે વરસાદી પાણી થી છાપરી રોડ પર પીર ની દરગાહ પાસે નો રોડ બંધ થઈ ગયેલ અને છાપરી આછીદ્રા ગામ નો સંપર્ક કરવો મુશ્કેલ બની ગયો હતો. ખેડૂતો નાં ખેતર અને કુવાઓ પણ છલોછલ ભરાઈ ગયા હોય એક તરફ છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આનંદની અનુભૂતિ થઈ રહી છે.
જ્યારે બીજી તરફ આછીદ્રા છાપરી ગામ પુરના કારણે સંપર્ક વિહોણા બન્યા ની ચિંતા ઓ વ્યક્ત કરી હતી. સામાજિક કાર્યકર રામસીભાઈ રામભાઇ ચાડેરા દ્વારા વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે જીવનજરૂરી ચીજવસ્તુઓ ની વ્યવસ્થા કરેલ તથા ભવાની કૃપા ફાર્મ હાઉસ પર ભોજન ની વ્યવસ્થા કરવામાં આવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

