મુમતાઝ ૭૭ વર્ષે પણ ગોર્જિયસ લાગતાં હતાં, સાથે તેમણે નેકલેસ, હિલ્સ, રિંગ્ઝ, અને ઇઅરિંગ્ઝ બધું જ ચમકતું પહેર્યું હતું
Mumbai તા.૮
જાણીતા ફેશન ડિઝાઇનર મનિષ મલ્હોત્રાએ પોતાનું નવું કલેક્શન લોંચ કર્યું હતું. જેમાં રેટ્રો સ્ટાઇલના જાણીતા અભિનેત્રી મુમતાઝ ઓ ફેશન શોના શો સ્ટોપર રહ્યાં હતાં. સાથે જ તેમણે આ શો સાથે ફેશનની દુનિયામાં ડેબ્યુ પણ કર્યું હતું. આ શોમાં તેમની સાથે શિલ્પા શેટ્ટી, ઉર્મિલા માતોંડકર અને ખુશી કપૂરે પણ રૅમ્પ વૉક કર્યું હતું. મહત્વની અને રસપ્રદ વાત એ પણ હતી કે લુલિઆ વેન્ટુર દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં ૭૭ વર્ષનાં મુમતાઝને રેખા ચીઅર અપ કરતાં હતાં. આ વૉક પછી મુમતાઝને સ્ટેન્ડિંગ અવેશન પણ મળ્યું હતું. લુલિઆ આ વીડિયો શેર કરતાં કૅપ્શમમાં લખ્યું હતું, “મનીષ મલ્હોત્રા ઇન્ડિયન સિનેમાની ફેશન અને તેના આઇકોન્સ મુમતાઝજી અને રેખાજી સાથે ઉજવણી કરી રહ્યા છે.”આ શોમાં મુમતાઝે આઇકોનિક બ્લૅક સાડી પહેરી હતી. શીફોનની આ સાડીમાં બારીક રંગબેરંગી ફ્લોરલ એમ્બ્રોડરી કરવામાં આવી હતી. જેમાં ચમકતાં સિક્વન્સનું પણ કામ કરવામાં આવ્યું હતું. જ્યારે પાલવમાં બોર્ડર સાથે લટકણ લટકાવાયાં હતાં. મનિષે આ સાડી સાથે ફૂલ લેંથ અને ફૂલ સ્લીવ્ઝનું બ્લેક બ્લાઉઝ આપ્યું હતું. જેમાં બ્લેક બીડ્ઝનું કામ કરવામાં આવ્યું હતું. તેમણે રેટ્રો સ્ટાઇલમાં જ હેવી પિંક મેક અપ કર્યો હતો.મુમતાઝ ૭૭ વર્ષે પણ ગોર્જિયસ લાગતાં હતાં. સાથે તેમણે નેકલેસ, હિલ્સ, રિંગ્ઝ, અને ઇઅરિંગ્ઝ બધું જ ચમકતું પહેર્યું હતું. આ ઇવેન્ટમાં શિલ્પા શેટ્ટી પણ વ્હાઇટ ફ્લોરલ બ્રાસો સાડી સાથે પર્લ ડિઝાઇનનું હોલ્ટર નેક બ્લાઉઝમાં સુંદર લાગતી હતી. તેણે પણ ગ્લોસી મેક અપ અને ન્યૂડ લિપ્સ સાથેનો મેક અપ કર્યો હતો. જ્યારે ઉર્મિલાએ સિલ્ક સાટીનની સાડી સાથે મેચિંગ ટ્રેન્ચ કોટ પહેર્યો હતો. ખુશી કપૂરે આ શોમાં જેન ઝીનું પ્રતિનિધિત્વ કર્યું હતું, તેણે હાઇ સ્લિટ પ્રી ડ્રેપ્ડ સાડી પહેરી હતી.