Gandhinagar,તા.31
અગ્રણી ટેલિકોમ ઓપરેટર Vi એ કાલથી ગુજરાતના ચાર શહેરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં તેની 5G સર્વિસીઝ શરૂ થઈ રહી હોવાની આજે જાહેરાત કરી હતી. આ વિસ્તરણ Vi એ જ્યાં 5G સ્પેક્ટ્રમ મેળવ્યું છે તેવા તેના 17 પ્રાયોરિટી સર્કલ્સમાં 23 શહેરોમાં 5G સર્વિસ શરૂ કરવાની વર્તમાન કામગીરીનો ભાગ છે.
Vi 5G આવતીકાલથી છત્રપતિ સંભાજીનગર, નાસિક, કોઝિકોડ અને મલપ્પુરમ સહિતના ચાર અન્ય શહેરોમાં પણ કાર્યરત થશે. આ અગાઉ Vi એ મુંબઈ, દિલ્હી-એનસીઆર, બેંગ્લોર, મૈસુર, નાગપુર, ચંદીગઢ, જયપુર, સોનીપત અને પટણા સહિતના નવ શહેરોમાં 5G સર્વિસીઝ શરૂ કરી દીધી છે.
અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં 5G એનેબલ્ડ ડિવાઇસીસ ધરાવતા Vi નાયુઝર્સ આવતીકાલ થી Vi 5G સર્વિસીઝ મેળવવાનું શરૂ કરી શકશે. પ્રારંભિક ઓફર તરીકે Vi રૂ। 299થી શરૂ થતા પ્લાન્સપર યુઝર્સને અનલિમિટેડ 5G ડેટા આપી રહી છે. ગ્રાહકો હવે હાઇ-ડેફિનિશન સ્ટ્રીમિંગ, ગેમિંગ, વીડિયો કોન્ફરન્સિંગ, ઝડપી ડાઉનલોડ્સ અને રિયલટાઇમ ક્લાઉડ એક્સેસ માણી શકશે.