Ahmedabad,તા.24
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2026 હવે એક વર્ષ બાદ 2027માં યોજાશે. એક તરફ રાજયમાં વહીવટીતંત્રએ આગામી વર્ષના વાઈબ્રન્ટની તૈયારી શરૂ કરી હતી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ પણ જાપાનમાં વાઈબ્રન્ટ સમીટમાં આ દેશના ઉદ્યોગકારોને આમંત્રણ આપવા પહોંચવાના હતા પણ આ સમીટ કોઈપણ કારણોસર એક વર્ષ મુલત્વી રખાઈ છે.
હવે આ સમીટ 2027માં યોજાશે. જો કે આ માટે હજું સતાવાર જાહેરાત થઈ નથી પણ વાઈબ્રન્ટ સમીટની તૈયારીઓને હાલ બ્રેક મારી દેવામાં આવી હોવાના ખબર છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ શાસનના અનેક રાજયો આ પ્રકારે સમીટ યોજી રહ્યા છે.
તેમાં દેશવિદેશના ઉદ્યોગ-ક્ષેત્રના રોકાણકારો આવી રહ્યા છે તે સમયે હવે બીબાઢાળને બદલે નવા વ્યાપ સાથે ગુજરાતમાં વાઈબ્રન્ટ સમીટ યોજીને રાજયની જે ખાસ વિકાસશીલ રાજયની પ્રતિષ્ઠાએ તેને મહત્વ અપાશે. આ માટે રોકાણના નવા ક્ષેત્રને પણ ચકાસાશે.