Vichhiya,તા.08
વિછીયા – અમરાપુર ગામ વચ્ચે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા યુવકનું મોત નીપજ્યું છે આ બનાવથી પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે. વધુ વિગત મુજબ વિછીયા તાલુકાના અમરાપુર ગામે રહેતા ચંદુભાઈ રામજીભાઈ મકવાણા નામના 29 વર્ષીય યુવાન પોતાનું બાઈક લઈને અમરાપુર ગામેથી વિછીયા તરફ જતા હતા ત્યારે પડિયા પાસે પહોંચ્યા ત્યારે સામેથી ફૂરપટ ઝડપે આવતા અજાણ્યા વાહને બાઇકને ઠોકરે લીધું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ચંદુભાઈ મકવાણા ને સ્થાનિક કક્ષાએ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર સાથે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ચંદુભાઈ મકવાણા નું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ વિંછીયા પોલીસ મથકના સ્ટાફને થતા વિપુલભાઈ દોડી જય અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે