આ ફિલ્મ સ્ટ્રીટ ફાઇટર ફ્રેન્ચાઇઝી પર આધારીત છે, જે ૧૯૮૭માં લોંચ કરવામાં આવી હતી
Mumbai, તા.૧૭
એક્શન ફિલ્મ માટે જાણીતો કલાકાર વિદ્યુત જામવાલ હવે હોલિવૂડમાં ડેબ્યુ કરવા જઇ રહ્યો છે. તેકેપકોમ વીડિયો ગેમ ફ્રેન્ચાઈઝી આધારીત સ્ટ્રીટ ફાઇટર પરથી બની રહેલી એક ફિલ્મ છે, જે લિજેન્ડરી એન્ટરટેઇન્મેન્ટની લાઇવ એક્શન ફિલ્મ હશે. વિદ્યુત આ ફિલ્મમાં ધલસિમનું પાત્ર કરશે. આ રોલ વિદ્યુત જામવાલની કૅરિઅર માટે પણ મહત્વનનો છે, તેના હોલિવૂડ ડેબ્યુની ઘણા સમયથી રાહ જોવાતી હતી.આ ફિલ્મ બેડ ટ્રિપથી જાણીતા ડિરેક્ટર કિતાઓ સકુરાઈ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે, આ ફિલ્મના પ્લોટ અંગે હજુ સુધીમાં કોઈ વધુ માહિતી જાહેર થઈ નથી. આ ફિલ્મની કાસ્ટ નક્કી થઈ છે, તે ઘણી પ્રભાવશાળી છે. આ ફિલ્મમાં એન્ડ્્રુ કોજી ર્યુના રોલમાં, નોઆ સેન્ટેનિયો કેનના રોલમાં, કોલિના લિઆંગ ચુન લિના રોલમાં અને જેસન મોમ્વા બ્લાંકાના રોલમાં જોવા મળશે. વિદ્યુત જામવાલ એક એવા યોગીના રોલમાં હશે, જે શાંત હોવા છતાં આગ જેટલો શક્તિશાળી છે, તે ધલસિમનું પાત્ર કરશે, જે સ્ટ્રીટ ફાઇટર યુનિવર્સ સાથે જોડાયેલો છે.તે માર્શલ આર્ટનો પણ જાણકાર છે, ફિલ્મમાં પણ અને વાસ્તવિક જીવનમાં પણ. વિદ્યુત જામવાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાના સ્ટંટ સીન પોતે જ શૂટ કરવા માટે જાણીતો છે, તેની આ સ્કિલનું ઉદાહરણ તેની ‘કમાન્ડો’ અને ‘ખુદા ગવાહ’માં પણ જોવા મળ્યું છે. ધલસિમનું તેનું પાત્ર પણ તેના વ્યક્તિત્વનું જ એક સ્વરૂપ છે, જેમાં આધ્યાત્મિક ઊંડાણ અને શારિરીક તાકાત જોવા મળે છે. આ ફિલ્મની વાર્તા અંગે તો કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ તેમાં ઓરિજીનલ ગેમ સિરીઝના વિષયને વળગી રહેવાનું નક્કી થયુ છે, તેમાં એક ગ્લોબલ ફાઇટિંગ ટુર્નામેન્ટ દર્શાવાશે, જે એમ બાયસન દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ફિલ્મ સ્ટ્રીટ ફાઇટર ળેન્ચાઇઝી પર આધારીત છે, જે ૧૯૮૭માં લોંચ કરવામાં આવી હતી, એ આજે પણ સફળ છે અને ગેમની દુનિયામાં લોકપ્રિય છે, જેના અત્યાર સુધીમાં ૫૫ મિલિયન યુનિટ વેચાઈ ગયા છે. આ પહેલાં પણ આ સિરીઝ પરથી ફિલ્મ બનાવવાના પ્રયત્ન થયા છે.