Ahmedabad,તા.05
રાજકોટના જીલ્લા કલેકટર રહી ચૂકેલા સિનીયર આઈએએસ અધિકારી શ્રી વિક્રાંત પાંડેને ફરી તેમની મૂળ ગુજરાત કેડરમાં મુકવામાં આવ્યા છે. તેમનો દિલ્હીમાં ડેપ્યુટેશન પીરીયડનો અંત આવ્યો છે અને તેથી ફરી તેઓ ગુજરાત સરકારમાં ફરજ બજાવશે.
આ ઉપરાંત મહત્વપૂર્ણ રીતે વિક્રાંત પાંડેને ઈન્ટરસેટ કાઉન્સીલ સેક્રેટરીયન જે ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. તેઓ તેને વિજીલન્સ એંગલથી પણ કલીયર કરાયા છે જેથી તેઓ તો પોતાની મૂળ ક્ષેત્રમાં પરત ફરશે.
હાલ તેમનો તા.3થી13 સુધી રજા પર છે તેથી તે બાદ રાજય સરકાર સમક્ષ હાજર થશે. હવે તેઓને કયાં પોષ્ટીંગ અપાય છે તેથી તેના પર સૌની નજર છે. તેઓ રાજકોટ ઉપરાંત અમદાવાદના જીલ્લા કલેકટર તરીકે પણ ફરજ બજાવી ચૂકયા છે.