Una તા.28
ઉના તાલુકાના પાલડી ગામે સ્ટેટ હાઈવે હસ્તકના નવા બનનાર વાંસોજ-કોબ રોડ જે “૩૬ કરોડના”ખર્ચે નવનિર્માણ થનાર છે. જેમનું ખાતમુહૂર્ત જુનાગઢ- ગીર સોમનાથના સાંસદ રાજેશભાઈ ચુડાસમાં તથા ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. ૬ ગામોને જોડતો આ રસ્તો હાલની પહોળાઈ કરતા બમણી એટલે કે “સાત મીટર પહોળો” રસ્તો બનશે. અને જ્યાં-જ્યાં ગામતળ આવશે. ત્યાં સી.સી. રોડ બનાવવામાં આવશે. ખાતમુહૂર્ત કાર્યક્રમ થતાની સાથે જ વાંસોજ, ઓલવાણ, પાલડી, તડ, ભીંગરણ, કોબ આ તમામ ગામના આગેવાનો ગ્રામજનો અને વાહનચાલકોમાં મજબૂત અને ટકાઉ રોડ બનશે ની આશા એ ખુશીની લહેર જોવા મળી હતી.
આ રસ્તો બનાવથી વાહનચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી નો સામનો નહીં કરવો પડે અને અકસ્માતના ભયમાંથી મુક્તિ મળશે. આ કાર્યક્રમમાં ગામના આગેવાનોએ, ગ્રામજનો, જીલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન, જીલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન, તેમજ તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચ, સંગઠનના હોદેદારો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

