Surendranagar, તા.17
થાનગઢના નવા ગામે પાણીની સમસ્યથી ગ્રામજનો પરેશાન થઇ રહ્યા છે. જેમાં હાલ તહેવારોના સમયે ભરશિયાળે પાણી વગર ગ્રામજનો પરેશાન થઇ રહ્યાની બુમરાડો ઊઠી છે. થાનગઢથી આશરે 8 કિલોમીટર દૂર નવાગામ થાન તાલુકાનું બીજા નંબરનું વસ્તીનું ગામ છે. આ ગામમાં પીએચસી સ્કૂલ આવેલ છે.ગામની અંદર પાણીનો ટાંકો નથી આથી અંડર ગ્રાઉન્ડ ટાંકામાંથી ગામને પાણી અપાય છે.
આ પાણી પ્રેશરથી અડધા ગામને પાણી મળતું નથી અનેકવાર રજૂઆત કરવા છતાં પાણીનો ટાંકો બન્યો નથી આથી ટાંકા પાસે રહેતા લોકોને પાણી મળે છે. બાકી ગામને પાણી નસીબ થતું નથી. સરકાર દ્વારા નળથી જલની યોજના બનાવવામાં આવેલી વાસમોવાળાએ પાઇપ નાંખ્યા જેને ત્રણ વર્ષ થયા હજી સુધી આ પાઇપ ટેસ્ટ કરવામાં આવ્યા નથી. કંપનીની મુદ્દત પૂરી થઈ જશે પછી કોઈ જવાબદારી લેશે નહીં.
લોકો દ્વારા વાત મળતા પાણીની ચોરી વાડીઓમાં કરવામાં આવે છે. આની તપાસની જવાબદારી ગામના તલાટી, નર્મદા સ્ટાફની આવતી હોય છે. અધિકારી ગણ દ્વારા ચોરી કરતા હોય તેને પકડવાને બદલે ગામનું પાણી બંધ કરી દીધું.
સંસાધનો લઈને ચાલ્યા ગયા હતા. ગામના ધરમશીભાઈ મકવાણાએ જણાવેલ કે પાણીનો ટાંકો અંડરગ્રાઉન્ડ બનાવવામાં આવ્યો છે. આથી ગામની અંદર પૂરતા પ્રમાણમાં ફોર્સથી પાણી મળતું નથી. ટાંકો જો ઊંચાઈ પ્રમાણે બનાવવામાં આવે તો ગામ આખાને પાણી મળી રહે અત્યારે 30 ટકા ગામની અંદર જ પાણી પહોંચે છે. બાકીના લોકોને ઘરમાં નળ હોવા છતાં પાણી મળતું નથી.
ગામને પૂરું પાણી મળે પાણીનો ટાંકો બનાવવામાં આવે જેથી કરીને સરકારની યોજના ઘરે ઘરે પાણી દેવાની સફળ થાય. આ અંગે નવા ગામના સરપંચે જણાવ્યું કે નર્મદાવાળા સાથે વાતચીત કરવામાં આવેલી જલ્દીથી પાણી ચાલુ કરવામાં આવશે.