Jasdan, તા. 7
જસદણના કર્ણુકી ડેમને નર્મદાના નિરથી ભરવા તથા રાજકોટ ભાવનગર હાઈવે રોડને રીપેર કરવા આગેવાનો ઍ કરેલ રજૂઆત ની ગાંધીનગર ખાતે કેબિનેટ મંત્રી બાવળીયાઍ ગંભીર નોંધ લઈ મુખ્યમંત્રીને રજૂઆત કરી.
જસદણના પંથકના આગેવાનો ઍ ગાંધીનગર ખાતે ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા સમક્ષ જસદણના કર્ણુકી ડેમને નર્મદાના નિરથી ભરવા તેમજ રાજકોટ થી જંગવડ સુધીના સ્ટેટ હાઇવે રોડનુ રી સરફેસિંગ કરવા લેખિતમાં રજૂઆત કરી હતી ગાંધીનગર આ અંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જંગવડથી રાજકોટ સુધીના સ્ટેટ હાઈવેના રિસરફેસિંગ કામ તેમજ કર્ણુકી ડેમને સૌની યોજનામારફતે ભરવાના શક્ય તેટલું ઝડપથી કાર્ય કરવા ખાતરી આપી હતી.
તથા મંત્રી કુંવરજીભાઈ એ તાત્કાલિક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સમક્ષ આ પ્રશ્ર્નો રજૂ કરી માર્ગના રિસરફેસિંગ કામ ઝડપથી શરૂ કરવા આગ્રહ કર્યો હતો, જ્યારે કર્ણુકી ડેમનું કામ મંજૂર થઈ ટેન્ડર પ્રક્રિયા સુધી પહોંચી ગયું છે. મુખ્યમંત્રીશ્રીએ પણ રજૂ થયેલા પ્રશ્નોના વહેલી તકે નિવારણ લાવવાનો વિશ્વાસ આપ્યો હતો.
આ રજૂઆત દરમિયાન જસદણ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા, રમેશભાઈ સાકરિયા, હિતેષભાઈ રામાણી, નિલેશભાઈ ભાયાણી અને મનસુખભાઈ જાદવ સહિતના આગેવાનો ઍ ખેડૂતો અને આમ પ્રજાના પ્રશ્ન ડેમ અને રસ્તા અંગે રજૂઆત કરી હતી.