Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    નવરાત્રીના નવ દિવસો દરમિયાન નવ દેવીઓની પૂજા કરવામાં આવે છે, અને ભક્તોને વિવિધ આશીર્વાદ મળે છે

    September 22, 2025

    US advises Pakistan ને તેના સંરક્ષણ બજેટને પારદર્શક બનાવવાની સલાહ આપી

    September 22, 2025

    Nepal ના બળવા પછી, કાઠમંડુ ચીન સાથે સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે કામ કરી રહ્યું છે

    September 22, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • નવરાત્રીના નવ દિવસો દરમિયાન નવ દેવીઓની પૂજા કરવામાં આવે છે, અને ભક્તોને વિવિધ આશીર્વાદ મળે છે
    • US advises Pakistan ને તેના સંરક્ષણ બજેટને પારદર્શક બનાવવાની સલાહ આપી
    • Nepal ના બળવા પછી, કાઠમંડુ ચીન સાથે સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે કામ કરી રહ્યું છે
    • America એ વાસ્તવિક નીતિ અપનાવવી જોઈએ,તાલિબાનનો કડક જવાબ
    • Suhana Khan ભાઈ આર્યનને નંબર ૧ કહે છે, બોલિવૂડ સેલિબ્રિટીઓએ પણ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી
    • પરેશ અને મને ક્યારેય કોઈ સમસ્યા થઈ નથી,Director Priyadarshan
    • Trupti Dimri ના ઘરે એક નવો મહેમાન આવ્યો છે, અભિનેત્રીએ એક સુંદર ફોટો શેર કર્યો છે
    • મારી શક્તિ મારા પરિવારનો પ્રેમ છે; તેણે મારી શક્તિને જાગૃત કરી,લાપતા લેડીઝ” fame Pratibha Ranta
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Vinesh Phogat Olympics માં અયોગ્ય જાહેર થતા હોબાળો,રાજકારણના દિગ્ગજોની પ્રતિક્રિયા
    ખેલ જગત

    Vinesh Phogat Olympics માં અયોગ્ય જાહેર થતા હોબાળો,રાજકારણના દિગ્ગજોની પ્રતિક્રિયા

    Vikram RavalBy Vikram RavalAugust 7, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Paris,તા,07

    પેરિસ ઓલિમ્પિકસથી એક મોટા સમાચાર આવ્યા છે. ભારતીય રેસલર વિનેશ ફોગાટને ફાઈનલ મેચ રમવા અયોગ્ય જાહેર કરવામાં આવી છે. 50 કિલો કેટેગરીમાં રમતી વિનેશ ફોગાટનું વજન નક્કી મર્યાદા કરતા ફક્ત 100 ગ્રામ વધુ હોવાથી આ નિર્ણય લેવાયો છે. આ ઘટના પછી ભારતે પણ જોરદાર વિરોધ દર્શાવ્યો છે. વિનેશ ફોગાટના ઓલિમ્પિકસમાંથી બહાર જવાના સમાચારથી કારણે કરોડો ભારતીયો નિરાશ થયા છે. આ દરમિયાન સરકારથી લઈને વિપક્ષ સુધીના તમામ નેતાઓએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાને પોતે આ મામલે ટ્વિટ કરીને વિનેશ ફોગટને સાંત્વના આપી છે અને IOA(Indian Olympic Association)ના અધ્યક્ષ પીટી ઉષા સાથે આ મામલે વાત કરી છે. આ સાથે જ કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ આ મામલે સવાલ ઉઠાવ્યા છે.

    નરેન્દ્ર મોદીએ આપી પ્રતિક્રિયા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે,’વિનેશ, તમે ચેમ્પિયનના ચેમ્પિયન છે! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. આજની હાર દુઃખ આપે છે. હું જે નિરાશાનો અનુભવ કરી રહ્યો છું તેને હું શબ્દોમાં વર્ણવી શકતો નથી. પડકારોનો સામનો કરવો એ તમારો સ્વભાવ રહ્યો છે. તમે મજબૂત રીતે પાછા ફરશો. અમે બધા તમારા માટે પ્રાર્થના કરીએ છીએ.’

    વિનેશે હંમેશા દેશને ગૌરવ અપાવ્યું : રાહુલ ગાંધી

    વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર થયા બાદ લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘વિશ્વવિજેતા રેસલરને હરાવીને ફાઈનલમાં પહોંચનાર વિનેશ ફોગાટને ટેક્નિકલ આધારે અયોગ્ય જાહેર કરવામાં આવી તે દુર્ભાગ્યપૂર્ણ છે. અમને પૂરી આશા છે કે ભારતીય ઓલિમ્પિક સંઘ આ નિર્ણયને મજબૂતીથી પડકારશે અને દેશની દીકરીને ન્યાય અપાવશે. વિનેશ હિંમત હારનારમાંથી નથી. અમને પૂરો વિશ્વાસ છેકે તે મજબૂત રીતે ફરી અખાડામાં પરત ફરશે. વિનેશ તમે હંમેશા દેશને ગૌરવ અપાવ્યું છે. ત્યારે આજે આખો દેશ તમારી તાકાત બનીને તમારી સાથે ઉભો છે.’

    હું ખૂબ જ નિરાશ છું:શશી થરૂર

    રેસલર વિનેશ ફોગાટને યોગ્ય ઘોષિત કરવા પર કોંગ્રેસ નેતા શશી થરૂરએ કહ્યું હતું કે, ‘મારા માટે વિનેશની અત્યાર સુધીની મેળવેલી જીત ખુબ પ્રભાવશાળી રહી છે. તેણે સાહસ, ક્ષમતા અને દ્રઢ સંકલ્પનો પરિચય આપ્યો છે, તેણે આપણા સૌનું દિલ જીતી લીધું છે. ટેકનિકલ કારણોથી તેને અયોગ્ય ઘોષિત કરવાના સમાચારથી હું ખૂબ જ નિરાશ છું, મને ખબર નથી કે આવું કઈ રીતે થઈ શકે, શું આપણા કોચ બધા નિયમો અને સીમાઓનું પાલન કરાવામાં યોગ્ય નથી. મારા માટે દુઃખની વાત એ છે કે તેના તમામ પ્રયત્નોને જે લાયક હતો તે પુરસ્કાર મળ્યો નથી.’

    સત્ય બહાર આવું જોઈએ: અખિલેશ યાદવ  

    આ અંગે સમાજવાદી પક્ષના સુપ્રીમો અખિલેશ યાદવે પણ ટ્વિટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘વિનેશ ફોગટને ફાઈનલમાં ન રમી શકવા માટે જે ટેકનિકલ કારણોની ચર્ચા કરવામાં આવી રહી છે તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, અને ખાતરી કરવી જોઈએ કે સત્ય શું છે અને તેની પાછળનું સાચું કારણ શું છે.’

    કરણ ભૂષણે આપી પ્રતિક્રિયા

    આ બાબતે પૂર્વ સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહના પુત્ર અને સાંસદ કરણ ભૂષણે ભારતીય રેસલર વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવા પર કહ્યું, ‘આ દેશ માટે નુકસાન છે. ફેડરેશન તેના પર વિચાર કરશે અને જોશે કે આ મામલે શું કરી શકાય છે.’

    અચાનક 100 ગ્રામ વધારે વજન

    આપના સાંસદ સંજય સિંહે કહ્યું હતું કે, દુનિયા ભારતની સફળતાને સહન કરી શકતી નથી. અચાનક 100 ગ્રામ વધારે વજન હોવાની વાત ક્યાંથી આવી ગઈ?

    વિનેશ ફોગટને કેમ ગેરલાયક ઠેરવવામાં આવી?

    વિનેશ ફોગટ 50 કિગ્રા વજન કેટેગરીમાં ભાગ લઇ રહી હતી. તેનું વજન આજે થોડું વધારે થઈ ગયું છે, જેના કારણે તેને અયોગ્ય જાહેર કરવામાં આવી છે. વિનેશ ફોગાટનું વજન 50 કિલો 100 ગ્રામ આવ્યું છે.

    Akhilesh Yadav Disqualified From-Paris-Olympics Leaders-React Narendra Modi Rahul-Gandhi vinesh-phogat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Abhishek Sharma એ શાહીન આફ્રિદીના બોલ પર સિક્સર ફટકારીને ઇતિહાસ રચ્યો,પ્રથમ ભારતીય બન્યો

    September 22, 2025
    ખેલ જગત

    India દુબઈમાં કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સને પાછળ છોડી દીધું,અત્યાર સુધી સાત જીત નોંધાવી

    September 22, 2025
    ખેલ જગત

    જીત બાદ Abhishek-Gile `પોસ્ટ’ મૂકીને પાક ખેલાડી-ફેન્સના ઘા પર મીઠું ભભરાવ્યું

    September 22, 2025
    ખેલ જગત

    `આને રાઇવલરી થોડી કહેવાય : Indian captain Suryakumar પણ પાકની આબરૂ લીધી

    September 22, 2025
    ખેલ જગત

    Shoaib Akhtar ને મરચા લાગ્યા પાક : ટીમ તથા કોચ પર જ ભડક્યો

    September 22, 2025
    ખેલ જગત

    Pakistan captain પરાજય પચાવી ન શક્યો : દુબઈની પીચનો વાંક કાઢ્યો

    September 22, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    નવરાત્રીના નવ દિવસો દરમિયાન નવ દેવીઓની પૂજા કરવામાં આવે છે, અને ભક્તોને વિવિધ આશીર્વાદ મળે છે

    September 22, 2025

    US advises Pakistan ને તેના સંરક્ષણ બજેટને પારદર્શક બનાવવાની સલાહ આપી

    September 22, 2025

    Nepal ના બળવા પછી, કાઠમંડુ ચીન સાથે સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે કામ કરી રહ્યું છે

    September 22, 2025

    America એ વાસ્તવિક નીતિ અપનાવવી જોઈએ,તાલિબાનનો કડક જવાબ

    September 22, 2025

    Suhana Khan ભાઈ આર્યનને નંબર ૧ કહે છે, બોલિવૂડ સેલિબ્રિટીઓએ પણ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી

    September 22, 2025

    પરેશ અને મને ક્યારેય કોઈ સમસ્યા થઈ નથી,Director Priyadarshan

    September 22, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    નવરાત્રીના નવ દિવસો દરમિયાન નવ દેવીઓની પૂજા કરવામાં આવે છે, અને ભક્તોને વિવિધ આશીર્વાદ મળે છે

    September 22, 2025

    US advises Pakistan ને તેના સંરક્ષણ બજેટને પારદર્શક બનાવવાની સલાહ આપી

    September 22, 2025

    Nepal ના બળવા પછી, કાઠમંડુ ચીન સાથે સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે કામ કરી રહ્યું છે

    September 22, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.