Surendranagar, તા.29
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં લોકોને સહેલાઈથી અવરજવર માટે સીટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો 14 મહિના પહેલા તત્કાલીન કેબિનેટ મંત્રી દ્વારા સીટી બસ સેવાઓ ખુલ્લી મુકવામાં આવી હતી પરંતુ જ્યારથી આ સીટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ત્યારથી સીટી બસ સેવા ના સંચાલકો અને તેની સુવિધાઓ વિવાદમાં રહેતી હોય છે પહેલા સીટી બસ ટાઈમ ટેબલ ને લઇ વિવાદમાં રહેતી હતી અને ત્યારબાદ કર્મચારીઓના પગાર અને તેમને આપવામાં આવતા લાભોથી સીટી બસ ચર્ચામાં આવી હતી અને ફરી એક વખત હવે સુરેન્દ્રનગર શહેરમાં દોડતી સીટી બસ સરકારી નિયમો નેવે મૂકવામાં આવ્યા હોવાના મુદ્દે વિવાદમાં આવી છે.
સુરેન્દ્રનગર શહેરમાં 14 મહિના પહેલા રતનપર જોરાવનગર કોઠારીયા દુધરેજ ખેરાળી મૂળચંદ સહિતના ગામોમાં અને મહાનગરપાલિકામાં ભળેલા પાંચ ગામોમાં શહેરીજનો સહેલાઈથી અવરજવર કરી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા સીટી બસોની સેવા ઉપલબ્ધ કરવામાં આવી હતી.
પરંતુ સીટી બસ સંચાલકો દ્વારા 14 મહિના પહેલા ખરીદેલી સીટી બસોમાં કોઈપણ પ્રકારના નિયમોનું પાલન નથી કરવામાં આવ્યું પાર્સિંગ વગરની સુરેન્દ્રનગર શહેરમાં સીટી બસ દોડી રહી છે મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓ પોતાની નરી આંખે જોઈ રહ્યા છે છતાં પણ કોઈ પણ પ્રકારની સીટી બસ સંચાલકો ઉપર કાર્યવાહી નથી કરવામાં આવી રહી કે નથી સુચના આપવામાં આવી રહી..
બસમાં પાર્સિંગ નથી તો વીમા પણ સ્વાભાવિક રીતે ઉતારવામાં નહીં આવ્યા હોય બસમાં રોજ હજારો મુસાફરો પેસેન્જર મુસાફરી કરતા હોય છે ત્યારે તેમની સુરક્ષાનું શું અથવા તો આ સિટી બસના ચાલકો શહેરમાં અકસ્માત સર્જે તો નંબર પ્લેટ ના હોવાના કારણે કોની સામે કાર્યવાહી કરવી તે પણ એક સવાલ છે સામાન્ય રીતે પોલીસ વિભાગ દ્વારા પણ નંબર પ્લેટ વાહન ચાલકની થોડી તૂટેલી હોય.
ત્યારે તેમને મેમાં આપવામાં આવે છે અને વાહન ચાલકોના વાહનો ડીટેલ પણ કરવામાં આવતા હોય છે. અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે.પરંતુ શહેરના મુખ્ય માર્ગો ઉપર છેલ્લા 14 મહિનાથી સરકારના નિયમો અને આરટીઓ તેમજ સીટી બસ ચલાવવાના તમામ પ્રકારના નિયમો નેવી મૂકી અને દોડી રહેલી આ બસો સામે પોલીસ વિભાગ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી રહ્યું વીમાઓ નથી નંબર પ્લેટ નથી લગાવવામાં આવી જે ડ્રાઇવર છે તેમની પણ કોઈ પૂરતી લાયકાત ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
ત્યારે સીટી બસ સંચાલકોએ નિયમો નેવે મૂકી અને શહેરમાં સીટી બસો દોડાવતા હોવાનું સામે આવ્યું છે 14 મહિનાથી આ સીટી બસોનું પાર્સિંગ નથી કરાવવામાં આવ્યું તો તે પાર્સિંગ કરાવવામાં આવે અને સરકારી નિયમોના પાલન સાથે જ શહેરમાં સીટી બસ દોડાવવામાં આવે તેવી સુરેન્દ્રનગર શહેરીજનોએ માંગ કરી છે.

