Rajkot તા.2
રાજકોટમાં છેલ્લા 60 વર્ષથી કાર્યરત દિવ્યાંગ મૂકબધિર બાળકોને શિક્ષણ અને વ્યાવસાયિક તાલીમ આપતું સંકુલ ‘શ્રી અને શ્રીમતી છગનલાલ શામજી વિરાણી’ બહેરા-મુંગા શાળાનું ગોંડલ સંપ્રદાયના સતાધિક ધર્મસ્થાનકના નિર્માણ પ્રણેતા પૂ.શ્રી ધીરજમુનિ મ.ની પ્રેરણાથી નૂતનીકરણ કરવામાં આવેલ છે જેમાં દેશ વિદેશના દાતાઓનો સહયોગ મળ્યો છે.
65 હજાર સ્કેવર ફીટ બાંધકામની જવાબદારી જાણીતા બિલ્ડર્સ તથા દાનવીર જીતુભાઈ બેનાણીએ સંપન્ન કરી છે. ઉપરોકત નવ્ય, ભવ્ય બહેરા મુંગા શાળા સંકુલની ઉદ્ઘાટન વિધિનો કાર્યક્રમ આગામી તા.12મીના રવિવારે સવારે 9-30 કલાકે પૂ.ધીરજમુનિ મ.આદિ સાધુ-સંતોની નિશ્રામાં વિરાણી બહેરા મુંગા શાળા, ઢેબરભાઈ રોડ, સ્વામિનારાયણ ગુરૂકુળ પાસે રાખવામાં આવેલ છે.