Perth, તા.27
ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં વિરાટ કોહલીએ અંતિમ મેચમાં 74 રન ફટકારીને મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વાઇટ-બોલ ક્રિકેટ એટલે કે વન-ડે અને T20 ઇન્ટરનેશનલમાં તે હવે સૌથી વધુ રન ફટકારનાર પ્લેયર બની ગયો છે. તેણે આ મામલે સચિન તેન્ડુલકરનો રેકોર્ડ તોડ્યો છે.

સચિન તેન્ડુલકરે પોતાની ઇન્ટરનેશનલ કરીઅરમાં 452 વન-ડે ઇનિંગ્સમાં 18,426 રન અને એક T20 ઇનિંગ્સમાં 10 રન સાથે વાઇટ-બોલ ક્રિકેટમાં 18,436 રન કર્યા છે, જ્યારે વિરાટ કોહલીએ 410 ઇન્ટરનેશનલ વાઇટ-બોલ ક્રિકેટ-ઇનિંગ્સમાં 18,443 રન કરીને માસ્ટર બ્લાસ્ટરનો 12 વર્ષ જૂનો મહારેકોર્ડ તોડયો છે.
કિંગ કોહલી 293 ઇનિંગ્સમાં 14,255 રન કરીને હાલમાં વન-ડેનો નંબર-ટૂ બેટર બન્યો છે, જ્યારે T20 ઇન્ટરનેશનલની 117ઇનિંગ્સમાં તે 4188 રન કરીને આ ફોર્મેટના હાઇએસ્ટ રન-સ્કોરરમાં ત્રીજા ક્રમે છે. 6000 વન-ડેમાં સફળ રન-ચેઝમાં આટલા હજાર રન કરનાર પહેલો ક્રિકેટર વિરાટ કોહલી બન્યો.

