New Delhi તા.5
વિરાટ કોહલી… હવે તે ફક્ત એક નામ નથી રહ્યું, તે બ્રાન્ડ બની ગયું છે. વિરાટે તેની કારકિર્દીમાં અપાર સફળતા મેળવી છે, અને તેના કારણે તેને તેના ચાહકો તરફથી અપાર પ્રેમ મળ્યો છે.
5 નવેમ્બરના રોજ, વિરાટ કોહલી 37 વર્ષનો થયો. આજે તેનો જન્મદિવસ છે. આજે તેમના જન્મદિવસ પર તેમના ચાહકોએ ભરપૂર સોશિયલ મીડિયા પર શુભકામના પાઠવી છે.
કેટલાકે તેને ચેઝ માસ્ટર તો કેટલાકે GOAT કહી સંબોધિયા છે. સાથે ક્રિકેટ જગતના દિગ્ગજો એ પણ વિરાટ કોહલીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી.
X પર એક યુઝરે લખ્યું, ‘ક્રિકેટના રાજા વિરાટ કોહલીને જન્મદિવસની શુભકામનાઓ.’ તો બીજા યુઝરે લખ્યું, “ચેઝ માસ્ટર વિરાટ કોહલીને જન્મદિવસની શુભકામનાઓ.”
ત્યારબાદ યુઝરે તેને કિંગ કહીને બોલાવ્યો. કેટલાકે ‘ક્રિકેટના દિગ્ગજ તો કેટલાકે રમતના તમામ ફોર્મેટમાં રમનાર અત્યાર સુધીના મહાન અને એકમાત્ર બેટ્સમેન ગણાવ્યા.
એક યુઝરે લખ્યું, ‘સર્વકાલીન મહાન વ્હાઇટ બોલ ક્રિકેટરને જન્મદિવસની શુભકામનાઓ.’ તો એકે, ‘નિડર ક્રિકેટના ચહેરો ગણાવ્યો.

