Mumbai, તા.8
ટીમ ઈન્ડિયાનો સુપરસ્ટાર અને કિંગ કોહલીના હુલામણા નામે ઓળખાતો વિરાટ કોહલી સાથે ફોટો લેવા માટે ફેન્સ પડાપડી કરી રહ્યા હતા. આ સમયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને એનું કારણ છે કિંગ કોહલીએ પહેરેલું સ્વેટર.
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં વિરાટ કોહલી મુંબઈ એરપોર્ટ પર બ્લેક કલરની એક સ્ટાઈલિશ કાર્ડિગન પહેર્યું હતું. જેના પર લાલ હાર્ટ જોવા મળ્યું હતું અને એની નીચે અંગ્રેજી આલ્ફાબેટ એ જોવા મળી રહ્યો હતો. આ સાથે તેણે બ્લ્યુ ટી-શર્ટ અને બ્લ્યુ જિન્સ પહેર્યું હતું. વિરાટ કોહલીનું આ સ્વેટર સોશિયલ મીડિયા પર જોતજોતામાં જ વાઈરલ થઈ ગયું છે.
સોશિયલ મીડિયા પર આ સ્વેટર અંગે જાત જાતની અટકળો વ્યક્ત કરાઈ રહી છે. કેટલાક ફેન્સ વિરાટના આ સ્વેટરને કોહલીનો પત્ની અનુષ્કા શર્મા પ્રત્યેનો પ્રેમ કહી રહ્યા છે.જોકે, આ પહેલી વખત નથી કે કોહલીએ પોતાની પત્ની માટેનો પ્રેમ આ રીતે જાહેર કર્યો હોય. પીચ પર પણ તે અનેક વખત આવું કરી ચૂક્યો છે અને તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા જ હોય છે.એરપોર્ટ પર વિરાટ કોહલીને કચકડામાં કેદ કરવા માટે પેપ્ઝ અને ફેન્સની ભારે ભીડ જોવા મળી હતી. જોકે, આ સમય વિરાટ ખૂબ જ સહજ જોવા મળ્યો હતો.

