Mumbai તા.30
શું તમે કલ્પના કરી શકો છો કે માત્ર બે કલાકમાં સોશિયલ મીડિયા પર 50 લાખ લાઇક્સ આવી શકે? ના, પણ તે થયું છે. ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ તેની અને પત્ની અનુષ્કાની પોસ્ટ કરેલી તસવીરને લોકોનો આટલો પ્રેમ મળ્યો છે. વિરાટ કોહલી ક્રિકેટનાં મેદાન પર જેટલી હેડલાઇન્સ બનાવે છે.
જે રીતે તેની પત્ની અનુષ્કા શર્મા સ્ક્રીન પર પ્રભુત ધરાવે છે, આ જોડી દર વખતે સોશિયલ મીડિયા પર એક સાથે ધૂમ મચાવે છે. આ વખતે પણ આવું જ કંઈક બન્યું જ્યારે કોહલીની તાજેતરની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગઈ છે.
કોહલીએ અનુષ્કા સાથેની એક અત્યંત ક્યૂટ તસવીર શેર કરી હતી જેમાં બંને એકબીજા સાથે આરામદાયક ક્ષણો વિતાવતા જોવા મળ્યાં હતાં. તસવીરના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘Been a minute એટલે કે લાંબા સમય પછી.” આ તસવીરે ચાહકોના દિલ પર એટલો ઊંડો પ્રભાવ પાડ્યો કે માત્ર બે કલાકમાં આ પોસ્ટને 50 લાખથી વધુ લાઇક્સ મળ્યાં છે.
તસવીરમાં વિરાટ બ્લુ કોટમાં જોવા મળી રહ્યો હતો જ્યારે અનુષ્કા ગે્ર સ્વેટર અને વ્હાઇટ ટોપમાં ખૂબ જ સિમ્પલ લાગી રહી હતી. બંનેનું સ્મિત અને હૂંફ જ આ ચિત્રને ખાસ બનાવે છે. આ પોસ્ટ એટલા માટે પણ ખાસ છે કારણ કે કોહલી સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી. .
આ પહેલાં વિરાટે અનુષ્કાના જન્મદિવસ પર એક હૃદયસ્પર્શી સંદેશ સાથે બંનેની તસવીર શેર કરી હતી જેમાં તેણે અનુષ્કાને તેની શ્રેષ્ઠ મિત્ર, જીવનસાથી તરીકે વર્ણવ્યી હતી.