Visavadar, તા. 30
વિસાવદર ખાતે ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામ તેમજ આપનેતા હરેશભાઈ સાવલીયા દ્વારા જાહેર થયેલા ખેડુતોના મહાસંમેલનમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા.
ઇકોઝોનની વિરૂધ્ધના ખેડુતોના આ મહાસંમેલનમાં ખેડૂતોના મસીહા એવા આપ પ્રદેશ અધ્યક્ષ ઇસુદાનભાઈ ગઢવી, આપ રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા, ઇકોઝોનનની લડતના પ્રણેતા પ્રવીણ રામ, ધારાસભ્ય હેમંતભાઈ ખવા તેમજ પરેશભાઈ ગોસ્વામી અને હર્ષદ રીબડિયાએ સભાને સંબોધી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા, આ તકે ઇકોઝોનનની લડતના પ્રણેતા અને આપનેતા પ્રવીણ રામે ઉતરાયણમાં સમગ્ર ગીર વિસ્તારમાં ઇકોઝોન નાબૂદ કરવાના સ્લોગન વાળા પતંગ ચગાવી ઇકોઝોનનો વિરોધ દર્શાવવાનો આગામી પ્રોગ્રામ જાહેર કર્યો હતો.
તેમજ આગામી દિવસોમાં તાલાલામાં સભા અને જો ઇકોઝોન નાબૂદ ના થાય તો આગામી ચૂંટણીમાં ભાજપ નાબૂદ કરવાના પ્રોગ્રામો જાહેર કર્યા, આપ પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ કહ્યું કે ઇકોઝોન માટે હું અને સમગ્ર આમ આદમી માથું આપવા તૈયાર છે તેમજ આપનેતા ગોપાલ ઇટાલિયાએ ઇકોઝોન અને ખેડૂતોની અન્ય સમસ્યાઓનો એક માત્ર રામબાણ ઇલાજ ચૂંટણી છે અને વિસાવદરની ચૂંટણી ભાજપના નેતાઓએ જ રોકી રાખી છે એવા આક્ષેપ કર્યા હતા સાથે સાથે ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ
ઇકોઝોન નાબૂદ કરવાનો મુદો વિધાનસભામાં ઉઠાવવાની વાત કરી હતી.
તેમજ ખેડૂત નેતા પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે આ કાયદો ખેડૂતો માટે ઇકોઝોન નુકસાનકારક છે.ખેડૂતોની આ સભામાં ભાજપના હર્ષદભાઈ રીબડિયાએ હાજરી આપી ભાજપ સરકાર વિરૂધ્ધ જ આકરા પ્રહારો કરતા ભાજપની ચિંતામાં વધારો કર્યો હતો, આ ઘટનાથી ભાજપની ડિસિપ્લિન વાળી બાબતના લીરેલીરા ઉડી ગયા હતા.
વધુમાં આપ નેતા પ્રવિણ રામે સરકારને આડેહાથ લેતા કહ્યું કે સરકારે ઇકોઝોન લાવવા કરતા જગ્યાએ વન્યપ્રાણીઓ ખેડૂતોના પાકને નુકશાન કરે છે એમાં પહેલા તો પાકવીમો આપવાની જરૂર છે, ઇકોઝોનનું નાટક કરવાની જગ્યાએ ઘોડાસણ જે સોલાર પ્લાન્ટને મંજૂરી આપી નિયમોના ધજાગરા ઉડાવવાનું કામ થઈ રહ્યું છે.
એ બંધ કરવાની જરૂર છે, બીલખામા સિંહ દ્વારા 8 પશુના મારણની ઘટનાને યાદ કરી વનવિભાગને આડેહાથ લેતા કહ્યું કે કોઈ પોતાના ખેતરમાં બેસીને કાયદા હાથમાં લીધા વિના સિંહદર્શન કરતા હોય તો ત્યાં તો વનવિભાગ 10 મિનિટમાં તોડ કરવા પહોસી જાય છે તો પછી બીલખા કેમ ના પહોસી શકયા?? આ ખેડૂત મહાસંમેલન આપનેતા પ્રવીણ રામ, હરેશભાઈ સાવલીયા અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો અને દરેક પક્ષના લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.