Visavadar,તા.02
ભારતીય કિસાન સંઘ વિસાવદર તાલુકા બેઠક મળી હતી. જેમાં ચાલુ તાલુકા કારોબારીનો કાર્યકાળ પૂર્ણ થતાં આવનાર ત્રણ વર્ષ માટે નવી તાલુકા કારોબારીની રચના કરવામાં આવી.આ કારોબારી જુનાગઢ જિલ્લા મંત્રી રાજેશભાઈ બુહા દ્વારા સર્વાનુમતે જાહેર કરવામાં આવી હતી. જેમાં તાલુકા પ્રમુખ. જેન્તીભાઇ હિરાણી. મંત્રી રાજુભાઇ ભુવા. ઉપપ્રમુખ જેન્તીભાઇ કુજડીયા તેમજ કારોબારીના સભ્યો જાહેર કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી રવજીભાઈ ટાંક વિસાવદર સામાજીક અગ્રણી રમણીકભાઇ દુધાતરા. ભારતીય કિસાન સંઘ પુર્વ પ્રદેશ પ્રતિનિધિ ઉકાભાઇ પટોળીયા પુર્વ તાલુકા મંત્રી રશીકભાઈ માથુકીયા જીલ્લા સદસ્ય મનજીભાઈ રીબડીયા. જીલ્લા સદસ્ય રતિભાઈ પાઘડાળ સહિત ના કાર્ય કરતા તેમજ ગ્રામ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.