Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: નામચીન શખ્સને પાસાના પિંજરે પુર્યો

    June 6, 2025

    આજનું રાશિફળ

    June 6, 2025

    આજ નું પંચાંગ

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: નામચીન શખ્સને પાસાના પિંજરે પુર્યો
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Nifty Futures ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • Delhi government બકરી ઈદ પહેલા ગેરકાયદેસર બલિદાન અટકાવવા માટે માર્ગદર્શિકા જારી કરી
    • US President Donald Trump નું નામ એપ્સટિન ફાઇલોમાં છે, એલોન મસ્ક
    • Donald Trump મારા વિના ચૂંટણી હારી ગયા હોત, એલોન મસ્કે અમેરિકન રાષ્ટ્રપતિનો આભાર માન્યો?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Visavadar ના ભાજપના ઉમેદવાર વિવાદમાં! નોમિનેશન ફોર્મમાં કિરીટ પટેલે વૈભવી કાર છુપાવી!
    સૌરાષ્ટ્ર

    Visavadar ના ભાજપના ઉમેદવાર વિવાદમાં! નોમિનેશન ફોર્મમાં કિરીટ પટેલે વૈભવી કાર છુપાવી!

    Vikram RavalBy Vikram RavalJune 5, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Visavadar,તા.05 

     વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે પણ ચૂંટણી પંચ કડક બની નિયમ મુજબ કાર્યવાહી કરતું હોવાના દાવાઓ થઈ રહ્યા છે. ઉમેદવારોએ એફિડેવિટમાં નિયત તમામ વિગતો જાહેર કરવી ફરજિયાત છે. પરંતુ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ચૂંટણી પંચને આપેલી માહિતી ખોટી હોવાની વિગત બહાર આવી છે. તેમની પાસે લક્ઝરી કાર હોવા છતાં સોગંદનામામાં જાહેર કર્યું નથી. કડક કાર્યવાહીના દાવા કરતું ચૂંટણી તંત્ર ભાજપના ઉમેદવારે છૂપાવેલી વિગતો અંગે શું કાર્યવાહી કરશે તેને લઈ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

    વર્ષ 2017માં કિરીટ પટેલે વિસાવદર બેઠક પરથી ઉમેદવારી કરી હતી. ત્યારે આ કાર દર્શાવી પણ હતી પરંતુ આ વખતે ઉમેદવારીપત્રમાં કોઈ કારણસર કારની વિગત જાહેર નહીં કરી છૂપાવવામાં આવી છે, જે ચૂંટણી પંચના નિયમ મુજબ ગેરવ્યાજબી ગણાય છે.

    ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ફોર્મ અંગે વાંધો લેવામાં આવ્યો હતો, પરંતુ તેનું ફોર્મ માન્ય રહ્યું હતું. ત્યારબાદ મંગળવારે (ત્રીજી જૂન) રાત્રે ભેસાણમાં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સ્ટેજ પરથી કિરીટ પટેલે દાવાઓ કર્યા હતા કે, ‘મારા જિલ્લા પ્રમુખ તરીકેના બે ટર્મના કાર્યકાળ દરમિયાન બે લોકસભા, બે વિધાનસભા, જિલ્લાની તમામ નગરપાલિકા, તાલુકા- જિલ્લા પંચાયતની બે-બે વાર ચૂંટણી થઈ છે. તેમાં એકપણ ઉમેદવારનું ફોર્મ રદ થયું નથી. નાનામાં નાની બાબત અંગે સામાન્ય કાર્યકરની હું કાળજી રાખું છું તો મારા ફોર્મમાં કેટલી કાળજી રાખી હોય, હું થોડો ક્યારેય ભૂલ કરૂ’

    જો કે આવો દાવો કરનાર કિરીટ પટેલે ફોર્મમાં ગાડી અંગેની વિગતો છૂપાવી ગંભીર ભૂલ કરી હોવાનું સામે આવ્યું છે. આરટીઓમાં હજુ પણ કાર કિરીટ પટેલના નામે બોલતી હોવા છતાં શા માટે ઉમેદવારીપત્રના સોગંદનામામાં વિગતો જાહેર ન કરી? તેવા સવાલો ઊભા થયા છે. આગામી સમયમાં ચૂંટણી તંત્ર દ્વારા શું કાર્યવાહી થાય તે મહત્ત્વનું છે.

    આ સમગ્ર મામલે સામાન્ય લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે કે, જો સાાધારી પક્ષ સિવાયના અન્ય કોઈ પક્ષના ઉમેદવારે આવી ગંભીર ભૂલ કરી હોય અને વિગતો છૂપાવી હોય તો ચૂંટણી તંત્ર દ્વારા દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ ભાજપના ઉમેદવાર સામે દાખલારૂપ કાર્યવાહીને બદલે કૂણું વલણ દાખવવામાં આવી રહ્યું છે.

    ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ વધુ એક વિવાદમાં ફસાયા છે. સોમવારે (બીજી જૂન) જંગલની જમીન રેવન્યુમાં તબદિલ કરી દીધી હોવાના મુખ્યમંત્રીની હાજરીમાં બણગા માર્યા હતા. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારીપત્ર રજુ કર્યું હતું. તેમાં કિરીટ પટેલે પોતાની પાસે એકપણ કાર ન હોવાનું દર્શાવ્યું છે. હકીકતે ટોયોટા કંપનીની GJ -18-BG-1602 નંબરની ફોર્ચ્યુનર કાર આજની તારીખે આરટીઓમાં કિરીટ બાલુભાઈ પટેલના નામે બોલે છે. આ કાર પહેલી મે 2017ના ખરીદવામાં આવી હોવાનો આરટીઓમાં ઉલ્લેખ છે. માલિકના મોબાઈલ નંબરમાં પણ કિરીટ પટેલના નંબરનો ઉલ્લેખ છે.

    BJP-Candidate Kirit-Patel luxury car Visavadar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar: આઈપીએસ અને રેલવેમાં નોકરીના નામે યુવક સાથે રૂ.24.10 લાખની છેતરપિંડી

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar:સાણંદમાં યુવકનું અપહરણ કરનાર 5 આરોપી ઝડપાયા

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: લગ્નેત્તર સંબંધની શંકામાં પતિએ પત્નીને છરીના 14 ઘા ઝીંકી કાસળ કાઢી નાંખ્યું

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: તળાજા શહેરમાંથી દારૂની 162 બોટલ સાથે બે શખ્સ ઝડપાયા

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: અલગઢ હેલીપેડ ગ્રાઉન્ડ પાસે વીજ પોલ નમી જતા દુર્ઘટનાની દહેશત

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: એક જ દિવસમાં કોરોનાના વધુ છ કેસ વધ્યા, જયારે એક દર્દી કોરોનામુક્ત

    June 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: નામચીન શખ્સને પાસાના પિંજરે પુર્યો

    June 6, 2025

    આજનું રાશિફળ

    June 6, 2025

    આજ નું પંચાંગ

    June 6, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 6, 2025

    Nifty Futures ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 6, 2025

    Delhi government બકરી ઈદ પહેલા ગેરકાયદેસર બલિદાન અટકાવવા માટે માર્ગદર્શિકા જારી કરી

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: નામચીન શખ્સને પાસાના પિંજરે પુર્યો

    June 6, 2025

    આજનું રાશિફળ

    June 6, 2025

    આજ નું પંચાંગ

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.