Junagadh તા. ૨૬
દિલ્લી ખાતે ગઈકાલે ગુજરાતથી પેટાચૂંટણીમાં ચૂંટાયેલ ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાનો સન્માન સમારોહ યોજાયો હતો ત્યારે એરપોર્ટ ઉપર દિલ્હીના આમ આદમી પાર્ટીના હોદેદારો, કાર્યકરો દ્વારા ભારે ઉમળકાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગઈકાલે દિલ્હી ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલજી તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન, આપના રાષ્ટ્રીય નેતા મનીષ સિસોદિયા, ગોપાલ રાય, આતિષી સિંહ સહિતના સિનિયર નેતાઓની ઉપસ્થિતિમાં ગુજરાત વિસાવદર બેઠક પરથી નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાનું ભાવભેર સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારોહમાં પંજાબના પ્રદેશ અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી અમન અરોડા, પંજાબના નાણામંત્રી હરપાલસિંઘ ચીમા તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી, સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી અને મુખ્ય પ્રવક્તા રાકેશ હીરાપરા, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામ, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરિયા, કિસાન મોરચા અધ્યક્ષ રાજુભાઈ કરપડા, જૂનાગઢ જિલ્લા અધ્યક્ષ હરેશભાઈ સાવલિયા, ભેસાણ તાલુકા અધ્યક્ષ કિશોરભાઈ સાવલિયા, જયસુખભાઈ પાઘડાળ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.