London,તા.10
એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વિટામિન ડી2 સપ્લિમેન્ટ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. વિટામિન ડી2 સપ્લિમેન્ટ્સ લેવાથી શરીરમાં વિટામિન ડી3 ની માત્રા ઓછી થઈ શકે છે.
યુનિવર્સિટી ઓફ સરે, જ્હોન ઇન્નેસ સેન્ટરના નવા સંશોધનમાં આ ખુલાસો થયો છે. સંશોધન અનુસાર, વિટામિન ડી3 એ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. વિટામિન ડી બે પ્રકારના હોય છે.
વિટામિન ડી2 જે મોટે ભાગે છોડ અને ફોર્ટિફાઇડ ખોરાકમાં જોવા મળે છે. અભ્યાસમાં, જ્યારે લોકોએ વિટામિન ડી2 સપ્લિમેન્ટ્સ લીધાં હતાં, ત્યારે તેમનાં શરીરમાં વિટામિન ડી3નું સ્તર ઘટ્યું હતું. એટલે કે, ડી2 લેવાથી વિપરીત અસર પડી હતી. શરીરમાં તે વિટામિનનું સ્તર ઘટે છે, જે વધુ ફાયદાકારક છે. તેની સરખામણીમાં વિટામિન ડી3 લેનારાઓએ વધુ સારા પરિણામો મેળવ્યાં હતાં.
વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે વિટામિન ડી3 શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તે ટાઇપ-1 ઇન્ટરફેરોન સિસ્ટમને સક્રિય કરે છે જે શરીરને વાયરસ અને બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છેવિટામિન ડી2 એ આવી કોઈ અસર બતાવી નથી.