માછીમાર સમિતિની ઓફિસે પૈસા લેવા જતી વખતે રસ્તામાં યુવકને કાળ આંબીગયો..
Gir Somnath, તા.17
ગીર સોમનાથ જિલ્લાના ઉનાના નવી બંદર મરીન પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ તડ ચક પોસ્ટ નજીક ગત મોડી સાંજે બે બાઈકની વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં તડ ગામના સેવાભાવી માછીમાર યુવાનનું મોત નિપજ્યું હતું,
પ્રાપ્ત વિગત મુજબ તડ ચેકપોસ્ટ પાસે ગઈકાલે રાત્રે ૮ વાગે પિયુષભાઈ અરજણભાઈ વારા ‘૩૨’ મોટર સાયકલ લઈને વાછરાવળા માછીમાર સમિતિ ની ઓફિસે પૈસા લેવા જતા હતા ત્યારે તો ચેક પોસ્ટ પાસે પાછળથી આવેલી મોટરસાયકલને અકસ્માત સર્જતા પિયુષભાઈ વારા ને ગંભીર ઇજા થતા ઘટના સ્થળેથી બેભાન થઈ ગયા હતા, તેને પ્રથમ ઉના સારવાર માટે લઈ જતા રાજકોટ સિવિલમાં રીફર કરવામાં આવતા સારવાર દરમિયાન રાત્રે ૩/૪૩ કલાકે મોત નીપજ્યું હતું, આ બનાવની કરુણતા એ છે કે ભોગ બનનાર પિયુષ વારા માછીમારી નો વ્યવસાય કરે છે સંતાનમાં એક ચાર વર્ષની અને એક 1 વર્ષની દીકરી છે પિતા નું પણ પિયુષ વારા ચાર વર્ષનો હતો ત્યારે મૃત્યુ નિપજતા તેનો ઉછેર કાકા ,બાપા એ કર્યો હતો, પિયુષ વારા ધાર્મિક, સામાજિક પ્રવૃત્તિઓ અને તીર્થ સ્થાનો પર પગપાળા યાત્રા સાથે સાથે રસ્તામાં દાન પુણ્યના કામ માટે જાણીતો હતો.સેવાભાવી પિયુષના આકસ્મિક અવસાનના સમાચારને પગલે તડ અને આસપાસના ગામોમાં શોક છવાયો છે