New Delhi તા.8
વિપક્ષોની બેઠકમાં હવે બિહાર મતદાર યાદી મુદેનો જંગ બિહારમાં જ લઈ જવા નિર્ણય લેવાયો છે અને તેમાં રાહુલ ગાંધી તેમજ તેજસ્વી યાદવ તથા તેના સાથી ડાબેરી પક્ષો તા.10 ઓગષ્ટથી બિહારમાં પદયાત્રા શરૂ કરશે અને તા.1 સપ્ટેમ્બર સુધી તે ચાલશે.
વિપક્ષોમાં હવે ગમે તે સમયે નેશનલ કોન્ફરન્સ પણ સામેલ થઈ શકે છે. બિહારમાં સપ્ટેમ્બર ઓકટોબરમાં ચૂંટણીઓની તૈયારી છે અને તે પૂર્વે જે રીતે રાહુલ ગાંધીએ પદયાત્રાની તૈયારી કરી છે તેનાથી વાતાવરણ બનાવવા પ્રયાસ કરશે.