rajkot. તા21
વાછકપર બેડીમાં આવેલ બે કારખાનામાં તસ્કરો ત્રાટકયા હતાં અને શ્રમિકોની ઓરડીમાંથી રૂ.1.15 લાખની મતાની ચોરી કરી નાસી છૂટતાં પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. બનાવ સીસીટીવીમાં કેદ કેદ થયો હતો. જેમાં ત્રણ તસ્કરો નજરે પડ્યાં હતાં.
બનાવ અંગે મવડી પ્લોટમાં જસરાજનગર શેરીમાં રહેતાં ધવલભાઇ વિનોદભાઇખુંટ (ઉ.વ.32) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓને વાછકપર બેડી ગામ રોડ માધવ હોટલ પાછળ સોલટેક્ષ પેપર એલ.એલ.પી. ના નામે કારખાનામાં પેપર બનાવી તેનો વેપાર કરે છે. તેમના કારખાનામાં કુલ 52 મજુરો છે, જેઓ કારખાનાની અંદર બનાવેલ ઓરડીઓમાં રહે છે.
ગઇ તા.16 ના રાત્રીના તેઓ ઘેર સુતા હતાં ત્યારે બે વાગ્યાની આસપાસ તેમના મેનેજ2 જયદીપભાઈનો ફોન આવેલ અને જણાવેલ કે, આપણા મજુરોના રૂમમાં ચોરી થયેલ છે.
તેમ વાત કરત જયદીપભાઇને કહેલ કે, તમે 100 નંબર ઉપર ફોન કરી પોલીસ બોલાવવાનું કહ્યું હતું. બાદમાં તપાસ કરતા જોયેલ તો આઠ મજુરોના રૂમમાંથી સાતેક જેટલા મોબાઇલ અને રોકડ રૂ.15 હજાર તેમજ આગળ આવેલ જે.એસ.ડી.ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાના માલીક હિતેન્દ્રભાઇ જીવણભાઈની ઇન્ડસ્ટ્રીઝમાંથી પણ મજુરોના રૂમમાંથી ચાર મજુરોના રોકડા રૂપીયા રૂ.40 હજાર અને ત્રણ મોબાઇલ ફોન ચોરી કરી અજાણ્યાં શખ્સો નાસી છૂટ્યા હતાં.
બન્ને કારખાનાના કારીગરોના થેલા થોડે દુરથી પરત મળી ગયેલ હતાં. બાદમાં બન્ને કારખાનામાં લાગેલ સી.સી.ટી.વી. ચેક કરતા ત્રણ અજાણ્યા ચોર ચોરી કરવા ઘુસ્યા હોવાનું જોવા મળ્યું હતું. જે તસ્કરો બંને કારખાનમાંથી કુલ રૂ. દસ મોબાઈલ અને રોકડ રૂ.55 હજાર મળી કુલ રૂ.1.15 લાખના મુદામાલની ચોરી કરી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી તસ્કરને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.